વાપીના આસિસ્ટન્સ PF કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને 5 લાખની લાંચ લેતા ACB એ ઝડપ્યા

Views: 27
0 0

Read Time:3 Minute, 48 Second

ભ્રસ્ટાચાર નો રેલો PF ઓફિસ સુધી પોહ્ચ્યો..!

Pf ના નિયમો હોય કે મિનિમમ વેતન ની કડકડ અમલવારી કે પછી ESIC, ખાલી કાગળ પરજ મોટા ભાગની કમ્પની ઓ અને બિલ્ડરો નિયમો નું પાલન નકરતા કામદારો સુવિધાથી વંચિત..! ( આકસ્મિક મૃત્યુ થાય ત્યારે 10 થી 5 લાખ રૂપિયા પરિવાર ને આપી મામલો રફે દફે કરવાનાં અનેક કિસ્સાઓ )

કમ્પની સંચાલકો નિયમો પ્રમાણે કામ કરે તો લાંચ આપવાનો સવાલ ઉભોજ કેમ થાય..? કામદાર ને પોતાની કમ્પની નો પાયો છે તેમ તે રીતે તેને સાચવવો જોઈએ તે દરેક કમ્પની સંચાલક કે બિલ્ડરે વબીચારવું જોઈએ ( મનોમંથન )

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારીબાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અધિકારી હર્ષદકુમાર પરમાર અને બીજા ક્લાસ ટુ અધિકારી સુપ્રભાત રંજન તોમર ને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ACB ની ટીમે બને લાંચીયા અધિકારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી.
સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા આસિસ્ટન્સ PF કમિશનર હર્ષદ લખુજીભાઈ પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદ આધારે મદદનીશ નિયામક સુરતના આર. આર. ચૌધરીના સુપરવિઝનમાં ACB PI જે. આર. ગામીત અને તેમની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી.

ACB ની આ ટ્રેપમાં આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. અને બન્ને અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વ નું છે કે દિવાળી પેહલા PF કમિશનર જેવા અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા અન્ય સરકારી બાબુઓ માં ફફડાટ ફેલાય તો નવાઈ ની વાત નહિ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદ ના તહેવાર ચાલી રહયો હોય તથા આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન તેમજ ઇદે મિલાદના તહેવારો આવનાર હોય નાગરિકો ને શાંતી અને સલામતી સાથે હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સંપુર્ણ આયોજન સાથે પુરતી તૈયારી કરી લેવામાં આવેલ

Tue Sep 10 , 2024
Spread the love             હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદ ના તહેવાર ચાલી રહયો હોય તથા આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન તેમજ ઇદે મિલાદના તહેવારો આવનાર હોય નાગરિકો ને શાંતી અને સલામતી સાથે હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સંપુર્ણ આયોજન […]
હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદ ના તહેવાર ચાલી રહયો હોય તથા આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન તેમજ ઇદે મિલાદના તહેવારો આવનાર હોય નાગરિકો ને શાંતી અને સલામતી સાથે હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સંપુર્ણ આયોજન સાથે પુરતી તૈયારી કરી લેવામાં આવેલ

You May Like

Breaking News

error: Content is protected !!