વાલિયાની સરદાર નગર શાળામાં બાળકોમાં પ્રકૃતિ માટે ચેતના જાગે અને ઝેર મુક્ત ખેતી કેમ કરી શકાય તેના માટે એકદમ નવતર પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી તેની સમજણ શાળાના ઈકોના શિક્ષિકા અને આચાર્ય આપી રહ્યા છે. આ શાળામાં પ્રકૃતિ પ્રેમ બાળકોમાં આવે આશયથી પક્ષીઓ માટે ચબુતરો ચકલી ઘર તથા પર્યાવરણ હટનું નિર્માણ જિલ્લાભરની શાળાઓમાં બેનમૂન છે. વેસ્ટમાંથી બેસ્ટના અસંખ્ય દાખલા શાળા સુશોભનમાં જોવા મળી રહ્યા છે. પર્યાવરણ પ્રયોગ શાળાનો કોન્સેપ્ટ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાત રાજ્યમાં જ શરૂ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમના સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવ છે . પર્યાવરણ પ્રયોગ શાળાનો મૂળ ઉદ્દેશ શાળાના બાળકોને પ્રકૃતિથી વધુ નજીક લઈ જવાનો અને પ્રાકૃતિક જીવન જીવવાનો અભિગમ કેળવાય તેવો મુખ્ય હેતુ છે. શાળામાં નીકળતો કચરો જેવો કે ફૂલ છોડના પાદડા મધ્યાહન ભોજનનો વેસ્ટમાંથી કમ્પોષ્ટ ખાતર નિર્માણ અને તેના ઉપયોગથી ઝેર મુક્ત કૃષિ કેવી રીતે કરી શકાય તે સમજણ વિકસાવવાનો છે.બાળકો પ્રકૃતિના દરેક જીવના યોગદાનને સમજે અને તેના પ્રતિ સંવેદના અનુભવે તે હેતુસર શાળા પરિસરમાં પર્યાવરણ લેબના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની હોઈ છે તેના ભાગરૂપે સરદાર નગર શાળાના ઇકો શિક્ષક મીનાબેન વશી અને આચાર્ય કમલેશના આયોજનથી સરદાર નગર શાળામાં પક્ષી ઓ માટે ચબુતરો ચકલી ઘર તથા પર્યાવરણ હટનું નિર્માણ જિલ્લાભરની શાળાઓમાં બેનમૂન છે. વેસ્ટ માંથી બેસ્ટના અસંખ્ય દાખલા શાળા સુશોભનમાં જોઈ શકાય છે.શાળામાં નીકળતા સૂકા પાંદડા માંથી નાડેફ કમ્પોષ્ટ લીફ કમ્પોષ્ટ જેવા સફળ પ્રોજેક્ટો શાળામાં થઇ રહ્યા છે. વિવિધ ઔષધીઓ કિચન ગાર્ડન ફળાઉ વૃક્ષોનું વાવેતર શાળાની અતિ નાની જગ્યામાં કન્ટેનર ગાર્ડનના કોન્સેપ્ટથી કરવામાં આવી રહી છે. સુંદર મજાના પ્રાકૃતિક વાતાવરણમાં વિકસેલ આ પર્યાવરણ પ્રયોગ શાળાની એક વાર મુલાકાત લેવા જેવી છે. શાળામાં રીડિંગ ગાર્ડન અને આધુનિક પુસ્તકાલયનો કોન્સેપ્ટ જિલ્લાભરમાં બેનમૂન છે. સરકારી શાળામાં આવી સુવિધાઓ ખાનગી શાળાઓ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે.
વાલિયાની સરદાર નગર શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા…
Views: 77
Read Time:3 Minute, 7 Second