કોરોનાની ત્રીજી લહેરમાં ભરૂચમાં વધુ એકનું મોત, નવા 12 પોઝિટિવ
કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિ ઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. કોરોનાથી ભરૂચમાં વધુ એક 58 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મોત નીપજ્યું હતું. લીકં રોડ પર આવેલી જય નારાયણ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય વ્યક્તિને ગત 4 ફેબ્રુઆરી ના રોજ કોરોના સંક્રમિત થતા તેમને ભરૂચ ની એપેક્ષ હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 10 દિવસની સારવાર બાદ 11 માં દિવસે ગત રોજ મોડી સાંજે મોત નીપજ્યું હતું. જેમની અંતિમ વિધિ કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યના સૌ પ્રથમ કોરોના સ્મશાન ગૃહ ખાતે સ્વજનો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જે વચ્ચે 50 પલ્સ ઉંમર ધરાવતા લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં વેક્સીન બે ડોઝ અથવા ત્રણ ડોઝ લીધા હોવા છતાં તેવોના મોત નીપજી રહ્યા છે.