0
0
Read Time:1 Minute, 2 Second
ભરૂચની વટારીયા સુગરે રાજયની 12 ફેકટરીઓમાંથી સૌથી ઓછા શેરડીના ભાવ આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે. આજે ફરી ખેડૂતો આવ્યા ત્યારે પણ નહિ હોવાથી ખેડૂત સભાસદોનો ગુસ્સો આસમાને પોહચી ગયો હતો.હવે સભાસદોએ આ કસ્ટોડિયન કમિટીના રાજીનામાની માંગ કરી ચૂંટણી લાવવા માગ કરી હતી.સભાસદોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 66 હજાર ખાંડના દાગીના ઓછા બન્યા છે જેથી 3 હજાર લેખે તેમાં 19.80 કરોડની ખોટ થઈ ગઈ છે. કસ્ટોડિયન કમીટીએ ગામેગામ ફરીને પારદર્શક વહીવટનાં બણગાં ફૂંકતી હતી.હાર્વેસ્ટર, મજૂરો, બળદગાડા વગેરે પૂરતા પ્રમાણમાં હોવા છતાં કસ્ટોડિયન અધિકારીના વહીવટ કરતા આ કસ્ટડીયન કમિટીએ 13 હજાર ટન શેરડીનું પિલાણ કરેલ છે.