અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે રહેતા મહેશભાઈએ આર્થિક મંદીને લઇને પોતાનું હાઇવા ટ્રક વેચવા કાઢ્યું હતું. જે ટ્રકનો સોદો કરવા રવીદ્રા ગામના વાહન દલાલ અને મૂળ કોસંબાના અસ્લમ અને કૈયુમ તેમની પાસે આવ્યા હતા, હાઇવા ટ્રક માંગરોળના ઝંખવાવના અરબાઝ ઐયુબ પઠાણ,યાકુબ મુલતાની અને મોહમ્મદ આરીફ રવીદ્રા ગામે આવ્યા હતા અને 12 લાખ ટ્રક સોદો કર્યો હતો જેમાં 3 લાખ રોકડા આપવામાં અને 9 લાખનો ફાઇનાન્સ હપ્તો ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે આધારે કોસંબા ખાતે નોટરી કરી 3 લાખ આપ્યા હતા.જે પૈકી દલાલે 50 હજાર લઇ બાકીના 2.50 લાખ મહેશને આપ્યા હતા. જે બાદ ફાઇનાન્સ ના હપ્તા ના ભરતા 2 મહિના બાદ ફાઇનાન્સ માંથી ફોન આવતા તેવો હપ્તા ભરવા માટે રબાઝ ઐયુબ પઠાણ તેમજ યાકુબ મુલતાનીને વારંવાર કહેવા છતાં હપ્તાના ભરતા અંતે તેવો હાઇવા ટ્રક પાછો માંગતા તેમને હપ્તા ભરવાની ના પાડી ધમકી આપી હતી. જેને લઇ મહેશ ભોઈ દ્વારા અરબાઝ પઠાણ તેમજ યાકુબ મુલતાની અને મોહમ્મદ આરીફ અને ઝાકીર હુસેન મુલતાની સામે પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી.
અંકલેશ્વરના રવીદ્રા ગામે ટ્રક ખરીદી રૂપિયા નહીં આપતા 4 વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો..
Views: 70
Read Time:1 Minute, 40 Second