છેલ્લા 12 દિવસથી સતત્ત એસિડિક પાણી ધોધ યથાવત જોવા મળી રહ્યો છે. થર્ડ પાર્ટી મોનીટંરીગ છેલ્લા દોઢ વર્ષથી અચાનક બંધ થતા પ્રદુષણ માફિયાઓને મોજ પડી હોવાનું જોવા મળી રહ્યું છે. નોટિસ ઓફ ડાયરેક્શન મળ્યા બાદ પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી. તેમજ પ્રદૂષણ પર નજર રાખવા લગાવેલા ખાડી પરના સીસીટીવી 5થી વધુ સીસીટીવી પૈકી અર્ધા ઉપર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઇ નોટીફાઈડ, જીપીસીબી અને એનસીટી સીસીટીવી આધારે નજર રાખવાની સિસ્ટમ પણ ફેલ થઈ છે.નોટિસ ઓફ ડાયરેક્શનનું પાલન નોટીફાઈડ કરે તો સમસ્યાનો મહદ અંશે હલ પણ નોટીફાઈડને રસ નહિ હોવાનું સામે આવી રહ્યું છે.ક્રિટિકલ ઝોનના કારણે ઉદ્યોગોનો વિકાસ રુંધાય રહ્યો હોવાની રજૂઆત કરતા ઉદ્યોગકારો દ્વારા જાણે ક્રિટિકલ શબ્દ જોડે પ્રેમ થયો હોય એમ હાલ કોર્ટનો આ મુદ્દે સ્ટે હોવા છતાં પુનઃ અંકલેશ્વર એસેટને ક્રિટિકલ ઝોનમાં થવાની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી હોય તેમ જળ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે.
અંકલેશ્વર GIDC પુનઃ ક્રિટિકલ ઝોનમાં મુકાય તો નવાઈ નહિં…
Views: 80
Read Time:1 Minute, 31 Second