
પ્રદૂષણ માફિયાની આતે કેવી નફ્ફટાઈ. છેલ્લા દશ દિવસ ઉપરાંત અવિરત વહેતો કેમિકલ યુક્ત પાણીનો ધોધ વહી રહ્યો છે.અંકલેશ્વરમાં આમલાખાડી હવે તદ્દન પ્રદુષિત બની ગઈ છે. છેલ્લા 10 દિવસથી આમલાખાડીના પ્રદુષણની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વરસાદ નથી છતાં ખાડીઓમાં પ્રદુષણની ગટર વહી રહી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી NCTને 10 લાખ અને નોટિફાઇડ વિભાગ અંકલેશ્વરને 10 લાખનું દંડ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની એક કંપની સામે પણ કાર્યવાહી કરી છે જોકે હજી સુધી તેનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. આ વચ્ચે 10 દિવસથી અવિરત રાસાયણિક પાણી વહેતુ હોવા છતાં નોટીફાઈડ અને જીપીસીબી અને તેને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. અને કરોડોનો ટ્રીટમેન્ટ ખર્ચ બચત હોય અને 10 લાખ ભરી રેગ્યુલર થઈ જવાતું હોય તો આ એક રાહત કહેવાય. પૈસા ભરો અને પ્રદુષણ કરો એ નિયમ અમલમાં આવી ગયું છે.પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ રોષપૂર્વક વારંવાર ખાડીઓ પ્રદૂષિત થાય જ છે. અનેક વખત ભ્રષ્ટાચાર થયાની ચર્ચા થાય છે. તો આ બધું કરવા કરતાં સરકારમાં 50 લાખ કે કરોડ મહિને દંડ જમા કરીને ખાડીમાં પ્રદૂષિત પાણી છોડી દેવાની પરવાની જ આપી દેવી જોઈએ.