0
0
Read Time:1 Minute, 5 Second
નેત્રંગ ગામે ગાંધી બજાર વિસ્તારમાં બે આંખલાઓ બાખડતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોતાના ઘર આંગણે મુકેલ ગાડીઓને નુકસાનથી બચાવવા આંખલાઓના યુદ્ધ વચ્ચે જીવના જોખમેં ગાડીઓને સહી સલામત જગ્યાએ મુકવામાં દોટ મૂકી હતી.નેત્રંગ ગ્રામ પંચાયતના દરેક વિસ્તારમાં ગાયો, ભેંસો, બકરા, પાડા અને આખલા છુટા રખડતા હોવાથી પ્રજાને થતા નુકસાન અને અકસ્માતથી ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. ગ્રામ પંચાયતના સતાધીશો અને વહીવટી તંત્ર છૂટા રખડતા ઢોરો બાબતે કડક વલણ નહીં અપનાવતા પશુ પાલકોને પોતાના ઢોરો છૂટા રાખવાનો જાણે અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે. જયારે પોલીસતંત્ર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરે આવી લોકો માંગ કરી રહ્યા છે.