સારસા ગામે જુગાર રમતા 5 ઝબ્બે, બે ચકમો આપી ફરાર
સારસા ગામની પાછળ આવેલ મધુમતી ખાડીને કિનારે બાવળીયાની ઓથમા કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા જુગારવાળી જગ્યા પર રેઇડ કરતા જુગાર સ્થળ પરથી પાંચ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને બે ઈસમો સ્થળ પરથી પોલીસની આશંકા થતા નાસી છૂટ્યા હતા.
જેથી દાવ ઉપરના રોકડા રૂ. 5670તથા જુગાર રમતા ઈસમોની અંગ ઝડતીના રોકડ રૂ.9550 તથા મોબાઈલ નંગ 05 જેની કિંમત રૂ.12,500 તથા સ્થળ પર પાર્ક કરેલ ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલ મળીને કુલ 8,30,000મળીને કુલ 8,57,720નો મુદ્દામાલ સાથે રાજેશભાઈ ખાલપાભાઇ વસાવા,દીપકભાઈ જગદીશભાઈ વસાવા, શુક્લભાઈ મણિલાલભાઈ વસાવા, સુરેશભાઈ સોમાભાઈ વસાવા,દશરથભાઈ બચુભાઈ વસાવાને ઝડપી પાડયા હતા. જયારે જીતુભાઇ ભીખાભાઇ વસાવા, તથા શૈલેષભાઇ ઉર્ફે દામલો ઈશ્વરભાઈ વસાવા નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.