
ઝઘડીયા તાલુકાના રાયસિંગપુરા મધ્યપ્રદેશના એક પરિવારને અકસ્માત નડતા માતા તેમજ પુત્રનો અકસ્માતમાં મરણ નિપજ્યું હતું. દિનેશભાઈ તથા તેની પત્ની અનીતાબેન, ૩વર્ષની પુત્રી ટીના અને દોઢ વર્ષનો પુત્ર વિકાસ વલસાડથી તેમના વતન જાંબુઆ જવા ઝઘડિયા સુધી ટ્રકમાં આવ્યા હતા. સીમોદરાથી તેમની બાઇક લઇ તેમના વતન જાંબુઆ નવા તેમની પત્ની, પુત્રી અને પુત્ર સાથે સાંજે નીકળ્યા હતા.ઉમલ્લાથી રાજપીપળા તરફ જતા રાયસીંગપુરા ગામના નાળા પાસેથી પસાર થતા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેથી દિનેશ તથા તેમનો પરિવાર રોડ પર પટકાતા તેમની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે દિનેશ તથા તેમની પુત્રી ટીનાને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં દિનેશની પત્ની અનીતા તથા પુત્ર વિકાસનું ઘટના સ્થળે જ મરણ થયું હતું. જેથી ઉમલ્લા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.