વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અસરકારક કામગીરી અન્વયે તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટરશ્રી કે.ડી.મંડોરા નાઓની સુચના આધારે પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો સાથે હે.કો.ધર્મેંદ્ર જુલાલભાઇ બ.નં.૮૨૭ નાઓને બાતમી મળેલ કે એક ઇસમ ચોરીની મો.સા. લઇને મનુબર ચોકડી વિસ્તારમાં આવનાર હોય જે બાતમી આધારે મનુબર ચોકડી વિસ્તારમાં હાજર હતા તે દરમ્યાન મનુબર ચોકડી પાસે એક ઇસમ કાળા કલરની સ્લીન શોર્ટ સુઝુકી જેનો રજી.નં GJ-16-AQ-5647 લઇ આવતા તેને ઉભો રાખી સદર મો.સા. ના દસ્તાવેજી કાગળો માંગતા નહી હોવાનુ જણાવેલ અને તેને વધુ પુછપરછ કરતા તેને બીજી એક મો.સા હોન્ડા ડ્રીમ નીઓ જેનો રજી.નં GJ-16-BR-7663 ની પણ ચોરી કરેલાનુ કબુલ કરેલ જેથી સદર આરોપીને મનુબર ચોકડી પાસેથી આજરોજ ક.૧૭:૩૦ વાગે ઉપરોક્ત બન્ને મો.સા.ને CRPC ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને CRPC 41(1)D મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપી:- મનોજભાઇ કનુભાઇ દોડીયા ઉ.વ.૩૧, રહે.મનુબર નવી નગરી તા.જી ભરૂચ શોધી કાઢેલ ગુનો:- (૧) ભરૂચ શહેર બી ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A ૦૦૬૭/૨૧ IPC ૩૭૯ (GJ-16-AQ-5647) (૨) ભરૂચ શહેર બી ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A ૦૦૭૬/૨૧ IPC ૩૭૯ (GJ-16-BR-7663)ગુનાની એમ.ઓ :- ડુપ્લીકેટ ચાવી બનાવી મોટર સાઇકલ ચોરી કરવાની ટેવ આરોપીનો પુર્વ ઇતિહાસ :- ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નંબર I ૩૭/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૪૫૪,૩૮૫ વિગેરે મુજબ
પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા
પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા
હે.કો. ધર્મેંદ્ર જુલાલભાઇ
હે.કો રવિદ્રભાઇ નુરજીભાઇ
હે.કો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ
હે.કો વરસનભાઇ શંકરભાઇ