ભરૂચ.કોગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોળાનું જિલ્લાના ખેડૂતોને આવાહન.
ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોળા એ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાત ના તમામ ખેડૂતો ને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા ખેડુતોની વિવિધ પડતર માંગો ને લઇ ને કિસાન આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને આવતીકાલે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ભારત બંધ નું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે.આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના પણ હિતમાં છે.ગુજરાત ના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે.જેમકે જમીન સંપાદન નું અયોગ્ય અને અપૂરતું વરતળ, નર્મદાના માનવ સરિ્જત પુર માં નુકશાની અંગે અપૂરતું વળતર, કરજણ ,તાપી રિવર લિંક પ્રોજેક્ટ|અટકેલો છે. પ્રદૂષણ ના કારણે ખેતી પાકો નષ્ટ થતા કોઈ મદદ નહિ અને એને અટકાવવા કોઈ આયોજન નથી.અપૂરતી વીજળી, સિંચાઇના પાણી થી વંચિત આ જિલ્લો છે. જેથી ગુજરાતમાં અને ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતઓ ભારત બંધનાં એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામ થી દૂર રહી ખેડુત આંદોલન ને સમર્થ આપવા અપીલ કરી હતી..તેમણે વધુ માં જણાવ્યુ હતુ કે જિલ્લાના ખેડૂતો એક દિવસ માટે પોતાના કામ થી અળગા રહી આંદોલન કરતા ખેડૂતો ના મનોબળ વધારવા અપીલ કરી હતી.આ આંદોલનને ખેડભ્રમહા ના ધારાસભ્ય તુષાર ચૌધરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક, કોંગ્રેસના વાઘધાના ધારાસભ્ય અનંત પટેલ સહિત ના ખેડૂત આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં આ ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આપનાર છે.