ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં કૃષ્ણ જન્મોત્સવ, ગણેશ મહોત્સવ અંગે જાહેર હિતમાં સાવચેતીના પગલાંરૂપે વિવિધ કૃત્યો પર પ્રતિબંધ

0 0 0 0 0 0 0 ૦ ૦

ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી તથા ગણેશોત્સવ તથા ગણેશ વિસર્જન જેવા તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકારના જાહેરનામા અન્વયે સદર તહેવારની ઉજવણી દરમિયાન સમગ્ર રાજ્યમાં જાહેરજનતાની સ્વાસ્થ્ય – સલામતી જળવાઈ રહે તેમજ કોરોના વાયરસનું સંક્રમણ વધતુ અટકાવી શકાય તે હેતુથી ભરૂચ જિલ્લામાં જાહેરહિતમાં સાવચેતીના પગલારૂપે કેટલીક નીચે મુજબના ધાર્મિક, સામાજિક તથા સાંસ્કૃત્તિક કાર્યક્રમો કે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવાનું જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી સંહિતા – ૧૯૭૩ ની કલમ – ૧૪૪ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૪), ૪૩ તથા ડીઝાસ્ટ્રર મેનેજમેન્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ નીચે જણાવેલ પ્રતિબંધ ફરમાવેલ છે. પ્રતિબંધિત કૃત્યોતા.૩૦-૦૮-૨૦૨૧ – કૃષ્ણ જન્મોત્સવA. તા.૩૦/૦૮/૨૦૨૧ ના રોજ જન્માષ્ટમીના રોજ રાત્રિના ૧૨:૦૦ કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્ટંન્સીંગ તથા માસ્ક ફરજિયાત રહેશે. B. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ સોશીયલ ડીસ્ટંન્સીંગ સાથે દર્શન કરી શકશે. C. મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશિયલ ડીસ્ટંન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોલ કુંડાલા(સર્કલ) કરીને તેમાં ઉભા રહીને દર્શન કરવાના રહેશે. D. આ તહેવાર સંદર્ભે મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પારંપરિક રીતે નિકળતી શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે. E. આ ઉપરાંત ગૃહ વિભાગના તા.૦૭-૦૬-૨૦૨૦ ના હુકમ ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/ ૪૮૨ થી જાહેર કરવામાં આવેલ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. F. આ તહેવાર સંદર્ભે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહી. તા.૦૯-૦૯-૨૦૨૧ થી તા.૧૯-૦૯-૨૦૨૧ ગણેશ મહોત્સવG. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. H. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. I. આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડીસ્ટંન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. J. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઈ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહી. K. ગણેશ સ્થાપન અને વિસર્જન માતે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. L. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે. M. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. N. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઈ એક જ સ્થળે ભીડ એકત્રિત થાય નહી. ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં કૃષ્ણ જન્મોત્સવ અંગેનું જાહેરનામું તા.૩૦-૦૮-૨૦૨૧ થી તા.૩૧-૦૮-૨૦૨૧ ના રોજ રાત્રિના ૦૧:૦૦ વાગ્યા સુધીમાં અમલમાં રહેશે. ગણેશ મહોત્સવ અંગેનું જાહેરનામું તા.૦૯-૦૯-૨૦૨૧ ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૯-૦૯-૨૦૨૧ ના રોજ રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૫ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ ની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચે એક જાહેરનામા દ્વારા જણાવેલ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

એફેડ્રીન ડ્ર્ગ્સ બનાવનાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર..

Sat Aug 28 , 2021
ભરૂચ એસઓજીની ટીમે જંબુસર તાલુકામાં આવેલાં સીગામ ગામે આવેલાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદિપસિંહના પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રી ફાર્મની એક ઓરડીમાં ભવદિપસિંહના સાગરિતો અમનસિંઘ નરેન્દ્રસિંઘ, નિતેષ રામપ્રકાશ પાંડે તેમજ ઓમપ્રકાશ રામલાલ સાકરિયાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. આરોપીઓએ વિવિધ કેમિકલોનું મિશ્રણ કરી તેના પ્રોસેસિંગ બાદ […]

You May Like

Breaking News