Read Time:2 Minute, 31 Second
તા.૨૦/૦૯/૨૦૨૦
મોજે વાસણ ચેક પોસ્ટ ઉપરથી મારુતી સુઝુકી સ્વિફ્ટ વી.ડી.આઇ ગાડી નં-GJ-01-KP-6970 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બીયર ટીનની બોટલો નંગ- ૧૬૯ કિ.રૂ.૨૯,૨૫૮/- તથા સ્વિફ્ટ ગાડી ની કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૮૭,૨૫૮/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ધાનેરા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લા માંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા સાહેબ થરાદ વિભાગ થરાદ તથા એસ.એ.ડાભી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ બી.સી.છત્રાલીયા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા અ.હેડ.કોન્સ લાલજીભાઇ શામળાજી તથા અ.હે.કો કલ્પેશદાન વિષ્ણુદાન તથા અ.પો.કો રાજાભાઇ હંસાભાઇ તથા અ.પો.કો પ્રકાશભાઇ લાધાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે વાસણ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન મોજે વાસણ ચેક પોસ્ટ ઉપરથી મારુતી સુઝુકી સ્વિફ્ટ વી.ડી.આઇ ગાડી નં-GJ-01-KP-6970 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બીયર ટીનની બોટલો નંગ- ૧૬૯ કિ.રૂ. ૨૯,૨૫૮ /- તથા સ્વિફ્ટ ગાડી ની કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૮૭,૨૫૮/- ના મુદ્દામાલ સાથે હરેસકુમાર કેવારામ જાતે ચૌધરી ઉ.વ ૨૫ રહે. ગોગ તા.રાણીવાડા જી-જાલોર (રાજસ્થાન) તથા દિનેશભાઇ સોનાજી જાતે ચૌધરી ઉ.વ ૨૨ રહે. ચિમનગઢ તા.રાણીવાડા જી-જાલોર(રાજસ્થાન) વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.