ભરૂચમાં તાર પર કપડાં સુકવતી માતાને વીજ કરંટ લાગ્યો ,બે પુત્રો બચાવવા જતાં એકનું મોત..

Views: 66
0 0

Read Time:1 Minute, 54 Second

ભરૂચમાં તાર પર કપડાં સુકવતી માતાને વીજ કરંટ લાગ્યો ,બે પુત્રો બચાવવા જતાં એકનું મોત

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘરના પતરાને અડીને વીજ લાઈનનો વાયર પસાર થાય છે. ઓડ પરિવારે કપડાં સુકવવાનો તાર ઘરના પતરા સાથે લગાવેલો હોય ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો.ગુરુવાર મંજુબેન વહેલી સવારના 6:30 વાગ્યાના સમયગાળામાં બહાર તાર ઉપર કપડાં સુકવી રહ્યાં હતા. તે દરમિયાન તેમને કરંટ લાગ્યો હતો.માતાને વીજ કરંટ લાગતા જ તેમના પુત્ર ભરત ઉ.વ.25 અને અર્જુન ઉ.વ 36 નાઓ તેમને બચાવવા બહાર દોડી આવ્યા હતા. બંનેય માતાને બચાવવા જતા બંનેય પુત્રોને પણ વીજ કરંટ લાગ્યો હતો.જોકે મોટા ભાઈ અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ જતા તેને વધુ વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.જોકે માતા અને નાના ભાઈ ભરતને વીજ કરંટ લાગતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલીસે દોડી આવીને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વીજ કર્મીઓ પણ સ્થળ પર દોડી આવીને વાયરને હટાવવાની કામગીરી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રેમડેસિવર ઇન્જેક્ષન ની અછત નો મામલો..

Wed Apr 14 , 2021
Spread the love             રેમડેસિવર ઇન્જેક્ષન ની અછત નો મામલો રાજ્ય સરકાર ની સૂચના અનુસાર જીએમસીએલ(ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટર ને અપાઇ સત્તા ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ને રેમડેસિવર વહેંચણી માટે અપાઇ સત્તા સરકારી કોવિડ હોસ્પિટલો ને પૂરતો જથ્થો આપ્યા બાદ જો રેમડેસિવર નો સ્ટોક વધે […]

You May Like

Breaking News

error: Content is protected !!