
જંબુસરના મગણાદ અને કાવા ગામથી ડિગ્રી વગરના ધો. 8 અને 12 સાયન્સ પાસ વધુ બે પશ્ચિમ બંગાળના બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડી મેડિકલ સાધન તેમજ દવાઓ મળી રૂપિયા 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે.મગણાદ ગામે પીપળાવાળા ફળિયામાં પોલીસે દરોડો પાડતા સુરેશ પટેલના મકાનમાં પશ્ચિમ બંગાળના નદીયાનો 26 વર્ષીય માત્ર 12 સાયન્સ પાસ આશિષ જગદીશ રોય કોઈપણ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પકડાઈ ગયો હતો.કાવા ગામે બ્રાહ્મણ ખડકીમાં પણ મૂળ પશ્ચિમ બંગાળ ના ગોપાલનગરનો 27 વર્ષીય ધો. 8 પાસ અમિત બીતાન બિશ્વાસ બોગસ તબીબ તરીકે ગામડાના લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા પકડાઈ ગયો હતો. બન્ને ડિગ્રી વગરના બોગસ તબીબો સામે ગુનો નોંધી જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.