ખેડા જિલ્લાના ગામ અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારત દેશના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે કોમીએખલાસ. શાંતિ અને ભાઈ ચારાના શાંતિપૂર્ણ વાતાવરણમાં સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ગામમાં શ્રેષ્ઠ ભણેલી દીકરી કુમારી દીપિકાબેન મકવાણા ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમ ના ભાગરૂપે ધ્વજ વંદન કરનાર દીપિકાબેન મકવાણા ને મિતલબેન ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જે માતાઓને ચાલુ વર્ષે દીકરી જન્મેલ છે તેવી માતાઓને સ્મૃતિ પત્ર પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક શ્રીમતી રેણુકાબેન પટેલ . પૂર્વ એસએમસી અધ્યક્ષ અને પત્રકાર યાસીનભાઈ શેખ, વિજયભાઈના વરદ હસ્તે સ્મૃતિ પત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના આગેવાનો વાલીઓ શાળા પરિવારના શિક્ષક ભાઈ બહેનો તેમજ શાળાના બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રીમતી રેણુકાબેન પટેલે પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગામના આગેવા હાજી યાકુબવોહરા. વિજયભાઈ. ગણપતભાઈ. મયુદ્દીન ભાઈ. અલ્પેશભાઈ. મનીષભાઈ. થર્મલ પ્રાથમિક શાળાના સીઆરસી ખીમજીભાઇ ગોહિલ. શાળાના શિક્ષક મિતેશભાઇ. સુભાષભાઈ. પ્રદીપભાઈ. ભાનુમતિબેન. પારુલ બેન તેમજ શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અંબાલાલભાઈ વણકર એ કર્યું હતું અંતમાં આભાર વિધિ ખિમજીભાઈ ગોહિલે કરી હતી.
રિપોર્ટ: સૈયદ અમજદ (બાપુ)