અંકલેશ્વરના સૌથી વધુ પ્રગતિશીલ સજોદ ગામમાં પંચાયત સામે લોકોનો આક્રોશ વધતા સવારે પંચાયત કચેરીને તાળાબંધી કરી દીધી હતી. ગામના મુખ્ય માર્ગ પર પાણી લાઇનમાં છેલ્લા 6 મહિના ઉપરાંત થી વારંવાર ભંગાણ પડી રહ્યું છે. જે ને પંચાયત દ્વારા છેલ્લા 6 મહિનામાં જ 9 વખત રીપેર કર્યું હોવા છતાં વારંવાર લાઈન માં ભંગાણ પડી રહ્યું છે જેને લઇ રસ્તો પણ ખરાબ થતા લોકોને અકસ્માત નો ભોગ બની રહ્યા છે એટલું જ નહિ વાહનો પટકાતા લોકો નુકસાન થઇ રહ્યું છે. અને બાજુ માં આવેલ તળાવ માં લોકો પડવાનો ડર સતાવી રહ્યો છે.એટલું જ નહિ પાણીને દુષિત થઈ રહ્યું હતું. જે અંગે ગામના પૂર્વ સરપંચ ભાસ્કર પટેલ તેમજ આગેવાનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યા નું સમાધાન ના થતા અંતે પંચાયત કચેરીને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરી દીધી હતી અને પંચાયત પ્રાગણ માં અડિંગો જમાવ્યો હતો. ઘટનાના પગલે ગામ ના સરપંચ હરેશ કટારીયા તેમજ રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા. એક તબક્કે રજુઆત ઉગ્ર બનતાની સાથે વાતાવરણ ગરમાયું હતું જો કે અગ્રણીઓ ની દરમિયાનગીરી વચ્ચે અંતે દિન 7 માં રીપેરીગ કરી કાયમી સમસ્યા નું નિરાકરણ કરવાની ખાતરી આપતા ગ્રામજનો પંચાયત ની ચાવી પરત આપી પંચાયત કચેરી ખુલ્લી કરાવી હતી.
છ માસથી પાણીની લાઈનનું ભંગાણ બંધ નહીં કરાતા પંચાયતને તાળાબંધી..
Views: 67
Read Time:1 Minute, 49 Second