મોંઘવારી વિરુદ્ધ તિલકવાડા તાલુકા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત તિલકવાડામાં પદયાત્રાનું આયોજન કરી પત્રિકાનું વિતરણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રભારી અરવિંદ દોરાવાળા, અને તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. મોંઘવારીના મુદ્દે હાલ દેશભરના લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.તેની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી વિરુદ્ધ તારીખ 21 થી 25 દરમિયાન જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે તિલકવાડા નગર વિસ્તારમાં તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓ એ તીલકવાડા ચોકડીથી લઈ નીચલી બજાર મઢી વિસ્તાર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.યાત્રામાં રાંધણ ગેસના બોટલો અને જીવન જરૂરિયાતની વસ્તુઓના કટ આઉટ સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. આગામી સમયમાં નર્મદાના તમામ તાલુકાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગૃતિ રેલી કાઢવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના સાશનમાં વધી રહેલી મોંઘવારીને નાબૂદ કરવાનું અભિયાન ચાલુ રાખવામાં આવશે.
તિલકવાડામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન..
Views: 81
Read Time:1 Minute, 49 Second