ભરૂચ : વેલ્સપન કંપનીનાં 400 જેટલા કર્મચારીઓનાં હિતમાં મદદે આવ્યા વાગરાના ધારા સભ્ય અરૂણસિંહ રણા…

ભરૂચ : વેલ્સપન કંપનીનાં 400 જેટલા કર્મચારીઓનાં હિતમાં મદદે આવ્યા વાગરાના ધારા સભ્ય અરૂણસિંહ રણા : કલેકટરને આવેદન પાઠવ્યું વેલસ્પન કંપીના કર્મચારીઓ, દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ અને ગુજરાત કામદાર યુનિયનની રજૂઆતને ધ્યાનમાં લઈ કંપનીમાં 400 જેટલા કાયમી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓ વેલ્સ્પન કંપનીમાં આશરે 20 થી 25 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે આ કર્મચારીઓ કંપનીમાં વફાદારી પૂર્વક મહેનત કરી રહ્યા હતા ત્યારે તેઓને અંધારામા રાખી અને 400 થી વધુ કર્મચારીઓની સાગમટે અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી હતી. બદલી કરવાના બહાને કંપની બંધ કરવાની મુરાદ રાખેલ છે.અગાઉ કર્મચારીઓ તા. 23 મી જૂનથી આજદિન સુધી કંપનીના ગેટ પર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. તા. 7 મી જુલાઇના રોજ કંપનીના કર્મચારીઓ તેઓના પરિવાર સાથે આત્મવિલોપન કરવાનું પણ નક્કી કરેલ જે અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મદદનીશ શ્રમ આયુકત કચેરી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, શ્રમ આયુકત, નાયબ શ્રમ આયુકત, મદદનીશ શ્રમ આયુકત, જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પાઠવી તથા રૂબરૂ મુલાકાત કરી દરેક પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા જવાનું કહેવામા આવ્યું હતું કે તેઓ આ યુનિટ ચલાવા માંગતા નથી જેથી કંપનીમાંથી છૂટું થવું જોઈએ તે કર્મચારીઓને અઢીથી સાડા ત્રણ લાખ વળતર ચૂકવી આપીશું.જેથી વાગરા એમ.એલ.એ અરૂણસિંહ રણાએ કામદારોના હિતમાં નિર્ણય આવે તે હેતુસર આજરોજ ફરીથી કલેકટર ઓફિસ પર હલ્લાબોલ કરી અને આવેદન પાઠવ્યુ હતું, તેઓના માટે 400 જેટલા કર્મચારીઓના પરિવારના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે જેથી પરિવારોનું હિત સચવાઈ રહે અને સુખદ પરિણામ આવે તવી રજૂઆતો કરવામાં આવી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચીકદા ગામેથી ખેરના લાકડાનો રૂ. 2 લાખની કિંમતનો જથ્થો વન વિભાગની ટીમે પકડ્યો..

Tue Aug 10 , 2021
ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે મેઈન રોડ પર આવેલી એક સર્વે નંબર વાળી જગ્યામાં ખુલ્લામાં ખેરના લાકડાનો મોટો જથ્થો વન વિભાગ અને એસ આર પી ના જવાનો ના સંયુક્ત ઓપરેશન માં ઝડપાઈ આવ્યો હતો. ગત 6 ઓગષ્ટ ગુરુવારના રોજ મદદનીશ વન સંરક્ષક આય.વાય. ટોપીયા નર્મદાને મળેલ ગુપ્ત બાતમીના આધારે સોરાપાડા રેન્જના […]

You May Like

Breaking News