શ્રી અતુલકુમાર બંસલ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ ના બની રહેલ બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ. જે અનુસંધાને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. શ્રી સી.પી.ચૌધરી નાઓએ તા.૦૬-૦૨-૨૦૨૪ ના રોજ C P Patel & F H Shah Commerce (Autonomous) કોલેજ આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામ રાખવા અનુકૂળતા કરવા કાર્યવાહી હાથ ધરેલ સદર કાર્યક્રમમાં શ્રી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PSI H. D. પુરોહીત તથા ASI મુસ્તકીમ મલેક તથા PC. નિકુલ ડાભી તથા સાયબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી, તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલીક હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી ફરીયાદ કરવા વિશે માહિતી આપી.
આ કાર્યક્રમમાં SRC વા.પ્રેસીડન્ટ ડો. સીમા પટેલ તથા C P Patel & FH Shah કોર્મર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. આર.ડી. મોદી તેમજ ૩૦૦ જેટલી સંખ્યામાં વિધાર્થીઓ તથા કોલેજ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, આણંદ દ્વાર સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ નું અયોજન કરવામાં આવ્યું.
Views: 56
Read Time:1 Minute, 44 Second