ઝઘડીયા તાલુકાના વાંદરવેલી ગામ નજીકથી ભરુચ એલસીબી પેટ્રોલિંગ હતી તે દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારુ સહિત કુલ રૂ.૩,૫૦,૨૦૦ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના હરીપુરાથી વાંદરવેલી ગામે જવાના રસ્તા પર ઉભેલી એક ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે. ભરુચ એલસીબીને બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરેલ ત્યાં એક ઇકો ગાડી ઉભી હતી.ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા ઇસમને નીચે ઉતારીને પુછતા તેનુ નામ શશીકાન્ત હરિસીંગભાઇ વસાવા રહે.ગુલાફળીયા પડવાણીયા તા.ઝઘડીયા હોવાનુ જણાયુ હતુ. પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના અલગઅલગ બ્રાન્ડના વિદેશી દારુની બોટલો મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલ ટીન મળીને રૂ.૫૦,૨૦૦ નો વિદેશી દારૂ તેમજ ઇકો ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૫૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ ગુનામાં શશીકાન્ત હરિસીંગભાઇ વસાવાની ધરપકડ કરીને અન્ય આરોપી અજીતભાઇ વસાવાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
વાંદરવેલી પાસેથી વિદેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો..
Views: 76
Read Time:1 Minute, 45 Second