અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોમંડલ કંપની દ્વારા લગાવવામાં આવેલા ઓક્સિજન પ્લાનટનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સરકારે કમર કસી છે. રાજયમાં વિવિધ હોસ્પિટલોમાં સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગગવામાં આવી રહ્યા છે, ત્યારે સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ પણ સરકારની પડખે ઊભી રહી છે કોરોના મહામારીનો સામનો કરવા ત્રીજી લહેરની તૈયારીઓના ભાગરૂપે વિવિધ હોસ્પિટલોમાં ઓકસીજન પ્લાન્ટનું અનુદાન કરવામાં આવી રહ્યું છે.અંકલેશ્વરની કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ આગળ આવી છે અને કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જે પ્લાન્ટની ક્ષમતા દર મિનિટે 200 લિટર ઓક્સિજન ઉત્પાદન કરવાની છે. જેના થકી 15થી 20 દર્દીઓને ઓક્સિજન મળી રહેશે.આ પ્લાન્ટનું ગતરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના યુનિટ હેડ વિનોદ ઝા,બિઝનેશ હેડ એન.કે.ર જાવેલું,જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને મહામંત્રી નિરલ પટેલ,મંત્રી નિશાંત મોદી તેમજ તુષાર જોશી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.આવીજ રીતે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે બિરલા સેલ્યુલીઝ કંપની દ્વારા ફિટ કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું ભરૂચ જિલ્લા કલેકટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની ઉણપ નહિ સર્જાય તે માટે બિરલા સેલ્યુલીઝ કંપની આગળ આવી છે અને કંપનીએ સીએસઆર ફંડમાંથી રૂપિયા 1 કરોડના ખર્ચે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યો છે. જે આપવામાં આવ્યો જે ઓક્સિજન પ્લાન્ટનું ગતરોજ જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાં, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને આગેવાન દિવ્યેશ પટેલ તેમજ બિરલા સેલ્યુલીઝ કંપનીના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાનટનું લોકાર્પણ કરાયું..
Views: 87
Read Time:3 Minute, 10 Second