ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માંથી મળતી માહિતી મુજબ ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ભરૂચ એડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢ્યા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે આધારે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઈનટલીજનટ દ્વારા મળેલ માહિતી મુજબ આજથી આશરે પાંચ મહિના પહેલા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી ના ઞુનામા સામેલ ઈસમ નામે જસબિર સિંગ ટાંક નામનો ઈસમ સંડોવાયેલ છે જે હાલ સાબુગઢ ઝૂંપડપટ્ટી થી નીકળી GJ16 DN 0340 નંબરન નીબાઈક લઈને શક્તિનાથ તરફ જઈ રહેલ છે જેવી ચોક્કસ માહિતીના આધારે સાબુગઢ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આગળ રોડ ઉપર એક ઈસમને ઉભો રાખી તેને નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ જસબિનસિંહ જોગીન્દર સિંગ ટાંક સિકલીગર જણાવેલ પકડાયેલ ઈસમને વધુ પૂછપરછ અર્થે પોલીસ મથક લાવી ઘરફોડ ચોરી બાબતે ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિ થી સઘન પૂછ પરછ કરતા સદર ઈસમ ભાંગી પડેલ અને કબુલ કરેલ કે આજથી પાંચ મહિના પહેલા ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પકડાયેલ ઈસમ પકડી પાડી ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન બાઈક તથા મુદ્દા માલ BNS કલમ 106 મુજબ કબજે કરી પકડાયેલ ઈસમને BNS કલમ 35 1 મુજબ અટક કરી ચોરીનો ભેદ ઉકેલ આગળની વધુ તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે
પાંચ મહિના અગાઉ ભરૂચ શહેર મા થયેલ ધરફોડ ચોરી ના ઞુનામા સંડોવાયેલા ઈસમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો
Views: 35
Read Time:2 Minute, 12 Second