ભરૂચ : અહીંયા ટ્રાફિકનો અંત કયારે, ગોલ્ડન બ્રિજમાં કાર રેલિંગમાં ઘુસી જતા ચક્કાજામ સર્જાયો..!!

Views: 83
0 0

Read Time:1 Minute, 39 Second

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર લાખો વાહન ચાલકો માટે અંગ્રેજોનાં શાસનથી આશીર્વાદ રૂપી ગોલ્ડન બ્રિજ અવારનવાર ટ્રાફિકનાં કારણે લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે, આ બ્રિજ ભરૂચ, અંકલેશ્વરનાં નોકરીયાત વર્ગનાં લોકો મોટા ભાગે ઉપયોગ કરે છે અને સમયસર પોતાના ધંધા રોજગાર પર જતા હોય છે.

પરંતુ બ્રિજ પર અવારનવાર આવતી અન્ય શહેરોની ગાડીઓ હવે સ્થાનિક વાહન ચાલકો માટે માથાનાં દુઃખાવા સમાન બન્યું છે. ને.હા ૪૮ પર ટોલ ટેક્ષ બચાવવા માટે અન્ય શહેરનાં મોટા ભાગનાં વાહનો ગોલ્ડન બ્રિજમાં પ્રવેશી જતા હોય છે અને બ્રિજ સાંકડો હોવાથી ના છૂટકે અહીંયા અકસ્માતોનું નિર્માણ થતું હોય છે.

આજે સવારે પણ જી જે ૧૯ પાસિંગની એક કાર ગોલ્ડન બ્રિજની રેલીંગમાં ઘુસી જતા અનેક વાહનો બ્રિજમાં અટવાયા હતા તેમજ ભરૂચ, અંકલેશ્વર વચ્ચે ભારે ટ્રાફિકનું નિર્માણ થયું હતું. ટ્રાફિકનાં પગલે બ્રિજનાં છેડે ઉભેલા પોલીસનાં જવાનોએ તાત્કાલિક ક્રેનની મદદથી બ્રિજ વચ્ચે ફસાયેલ કારને બહાર કાઢી ટ્રાફિકની સ્થિતિને હળવી કરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો મળી આવેથી નીચે મુજબ દંડનીય કાર્યવાહી કરવમાં આવશે.જેની નોધ લેશો...

Wed Mar 10 , 2021
Spread the love             આથી ભરૂચ શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે , ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો જેવા કે ટુ વ્હીલર , થ્રી – વ્હીલર , ફોર – વ્હીલર , તથા ભારે વાહનો માટે પોલીસ અધિક્ષકશ્રી ભરૂચનાઓના જરૂરી માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર ટ્રાફિક […]

You May Like

Breaking News

error: Content is protected !!