જવેલર્સે બુમરાણ મચાવી પડકાર ફેક્તા ત્રણેય ભાગ્યા
ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સ આવેલી છે. જ્યાં સવારે 9.30 કલાકમાં 3 લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જવેલર્સ દુકાન ખોલી શાંતિથી ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવી આરામથી બેઠો હતો. કે બાદ એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને 3 લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ખુરશી ઉપરથી ઉભો થયો હતો.
ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું. જવેલર્સ નું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસમાં જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેય લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડીયો હતો.
ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ ઉપર તત્કાલિક પોલીસે આવી જઇ આ ત્રણ લૂંટારું સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ગત ફેબ્રુઆરીમાં જ ઇન્કમટેક્ષ ઓફિસર બની સૂટબુટમાં આવેલો ઠગ રૂ. 2 લાખના દાગીના ઉડાવ્યા હતા**ગત ફેબ્રુઆરી 2021 માં જ આજ સુંદરમ જવેલર્સમાં એક કારમાં ફિલ્મી સ્ટાઇલમાં સૂટ બુટમાં આવેલા યુવાને InCome-Tax ડિપાર્ટમેન્ટમાંથી આવતો હોવાનું જવેલર્સ માલિકને જણાવ્યું હતું. જબેલર્સને ઈમ્પ્રેસ કરી સોનાના આભૂષણો ખરીદી NEFT ના નામે રૂ. 2 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો કિસ્સો બન્યો હતો.
Special 26 નો ફિલ્મી કિસ્સો રીયલમાં બન્યો હતો. લાયસન્સ અને સોનીનું પ્રુફ માંગી, આભૂષણો ખરીદ્યા બાદ NEFT ના નામે ચુનો ચોપડ્યો હતો. 10 મિનિટમાં જ સોનાની ચેઇન અને 2 કપલ રિંગ ખરીદ્યા બાદ રૂ. 2 લાખ NEFT થી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. તે સમયે પણ ઠગાઈની તમામ ગતિવિધિઓ જવેલર્સના શોરૂમમાં CCTV કેદ થઈ હતી.