વાલિયા તાલુકા કોંગ્રેસે એક વર્ષથી કાયમી મામલતદાર અને તાલુકા વિકાસ નહિ હોવાથી પ્રજાને પડતી તકલીફો મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ અસહ્ય મોંઘવારીમાં તાત્કાલિક ઘટાડો નહિ કરાઈ તો પ્રજા જોડે રહી રસ્તા રોકો આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.વાલિયા તાલુકામાં છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કાયમી મામલતદાર અને તાલુકા વિકાસની નિમણુંક થતી નથી. જેને લઈ આવક-જાતિના દાખલા, સરકારી સહાયો,વિવિધ યોજના માટે આવતા લોકોને પારાવાર તકલીફ પડી રહી છે.વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ સહિત અન્ય સરકારી સ્કીમો મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઈ તાત્કાલિક કાયમી મામલતદાર અને ટીડીઓની નિમણુંક કરવા રજુઆત કરાઈ છે.વધુમાં વાલિયા તાલુકા કોંગ્રેસે અસહ્ય મોંઘવારીમાં પીસાતી પ્રજાને તાત્કાલિક છુટકારો અપાવવા પણ આવેદનપત્ર આપ્યું હતું. જો તાત્કાલિક અસરથી ભાવો ઘટાડી મોંઘવારી કાબુમાં નહિ લેવાઈ તો પ્રજાને સાથે રાખી કોંગ્રેસ રસ્તા ચક્કાજામ કરી આંદોલન ઉપર ઉતરશે તેવી પણ ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચાંરાય છે.
વાલિયા તાલુકામાં કાયમી મામલતદાર અને TDOની નિમણૂક કરવા માગ, કૉંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું..
Views: 72
Read Time:1 Minute, 34 Second