અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ નજીકથી પોલીસે રૂ. 20.30 લાખના વિદેશી દારૂ અને કન્ટેનર મળી કુલ રૂ. 30 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેમજ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.સાગબારાથી અંકલેશ્વર થઈ વડોદરા ખાતે કન્ટેનર નંબર-જી.જે.01.સી.વી.2522 ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થવાનો છે એવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફે નેશનલ હાઇવે ઉપર નર્મદા ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને તેમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 5076 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે રૂ. 20.30 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર મળી કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત રાજસ્થાનના બાડમેરના બીજરાડ ખાતે રહેતા કન્ટેનર ચાલક લક્ષ્મણ રૂખમણારામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બે બુટલેગરો વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સિટી પોલીસે અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે પરથી રૂ. 20.30 લાખના દારૂ સહિત એકને ઝડપ્યો, કુલ રૂ. 30 લાખનો મુદ્દામાલ કબ્જે
Views: 75
Read Time:1 Minute, 31 Second