ભરૂચ ચામુંડા માતાના મંદિર પાસે નિવૃત્ત પોલીસ કર્મચારીની પત્નીના ગળામાંથી આછોડો તોડી બાઇક સવાર બે ઈસમો ફરાર થયા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે બન્ને ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યાં હતા.ભરૂચ શહેરના ધારેશ્વર રોડ ઉપર આવેલ ચામુંડા મંદિર પાસે નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્ની પાસે એક બાઈક પર સવાર બે યુવાનોએ આવી તેમની પત્નીના ગળામાંથી 40,000 ની ચેન તથા પેન્ડલ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેરના ઝાડેશ્વર ખાતે આવેલા શ્રીજી દર્શન બંગલોઝ ખાતે રહેતા અને નિવૃત્ત પોલીસ કર્મી એવા 65 વર્ષે મહેન્દ્ર લાલ હીરાના સાયકલ વાળા તેમની પત્ની માધુરી સાથે સાંજના સમયે ચાલતા જાડેશ્વર રોડ પર આવેલા ચામુડા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ નજીકના આવેલી પાવભાજીની દુકાને પાવભાજી લઈને ચાલતા ચાલતા આલેખ સોસાયટીના રસ્તેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન એક બાઈક પર સવાર બે શખ્સો તેમની પાસે આવી તેમની પત્નીના ગળામાંખી ચેન તેમજ પેન્ડલ મળી કુલ 40 હજારથી વધુની મત્તાના સોનાના દાગીના આંચકી તેઓ કાંઈ સમજે તે પહેલા ભાગી ગયા હતા. જે બાબતની જાણ સી ડિવિઝનમાં કરતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં સી ડિવિઝન પોલીસે એબીસી ચોકડી નજીક વોચ ગોઠવી મોટરસાઇકલ પર સવાર મહેશ રમેશ સલાટ અને દિલીપ રમણ વાદી બંને રહે વડોદરાને ઝડપી પાડી અંગ જડતી કરતા ચોરી કરેલી સોનાની ચેન, મોબાઈલ મળી આવ્યો હતો. સી ડિવિઝન પોલીસે આરોપીઓની બાઇક સહિત કુલ રૂપિયા1.25.5404નો મુદા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચમાં નિવૃત્ત પોલીસ કર્મચારીની પત્નીના ગળામાંથી અછોડો તોડી ફરાર થયેલા બાઈક સવારોને પોલીસે ઝડપી પાડ્યા
Views: 34
Read Time:2 Minute, 30 Second