કેવડિયા પ્રવાસન ધામ બનશે ત્યારે સ્થાનિક લોકો માટે રોજગારીના દ્વાર ખુલશે. જેમાં કોઈ મકાઈ વેચશે, પાણીની બોટલો વેચશે, કોઈ ચા નાસ્તાની લારીઓ ચલાવશે તેવા લોકોએ સપના જોયા હતા. પરંતુ જ્યારથી આ પ્રવાસન સ્થળ શરૂ થયું ત્યારથી સ્થાનિક લોકો માટે ઊપાધીનું ઘર બની ગયું છે. લોકો રોજે રોજ વિરોધ કરવા રસ્તાઓ ઉપર ઉતરી રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા કેવડિયાને વિશ્વ કક્ષાનું ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અનેક પ્રકારે પ્રયાસો થઈ રહ્યા છે. જેથી વિદેશી પ્રવાસીઓને પણ મોટી સંખ્યામાં આકર્ષી શકાય.જોકે, સ્થાનિક લોકો માટે તે ક્યાંક આફત બની રહ્યું હોય તેવું ચિત્ર અગાઉતી જ સ્પષ્ટ છે. અહીં સ્થાનિકોને ઉત્તમ રોજગારી તો ઠીક પણ લોકોએ ઉભી કરેલી નાની દુકાનો તંત્ર દ્વાર હટાવી દેવાતા વારંવાર ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાતાં સ્થાનિકોએ ફરીથી રોજગારી માટે રોડની આસપાસ તાડપત્રી નાંખી નાના ઝૂંપડા બાંધી ધંધો શરૂ કર્યો હતો. આ ઝૂંપડા પોલીસે હટાવી દેતાં ફરીથી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સ્થાનિકોને રોજગારીની વાત ઉપર ભાર મૂક્યો હતો. જે વાતને સ્થાનિક SOU સત્તામંડળના અધિકારીઓ માનવા તૈયાર નથી. જે સ્થાનિકોએ જમીનો ગુમાવી છે તેઓ હવે અહીં જ ચા નાસ્તાનો વેપાર કરીને ગુજરાન ચલાવતા સ્થાનિકો ફરી આધિકારીઓની આંખોમાં ખુંચ્યા છે. જાહેર માર્ગો પર ઝૂંપડું બનાવી તારપતરી નાખી ધંધો કરતા સ્થાનિકો ને પોલીસના જોરે તંત્રએ ઝુંપડા તોડી જગ્યા ખાલી કરાવી દીધી છે.SOU સત્તા મંડળના આધિકારીઓ ગરુડેશ્વર મામલતદાર અને સ્થાનિક SOU સત્તામંડળ ની પોલીસ, નર્મદા પોલીસ સાથે રાખી ગભાણા થી ચેક પોલીસ સ્ટેશન સુધીના આવા લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા, રોડ પર શાંતિથી કોઈને પણ નડ્યા વગર ધંધો કરતા 20 જેટલા લોકોને હટાવી તેમનો ધંધો છીનવી લીધો, સ્થાનિકો તંત્ર ને અનેક રજૂઆતો કરી ચકમક પણ ઝરી પણ તંત્ર એકનું બે ના થયું. અને તંત્રે 20 જેટલા આવા તમામ દબાણો દૂર કર્યા સ્થાનિકોનો નો માલ બગડ્યો કરે પણ શું, ખરેખર તંત્ર આવા ગરીબોને હટાવી શું કરવા માંગે એ સમજાતું નથી.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અને કેવડિયા હેલિપેડ વિસ્તારમાં સ્થાનિકો માટે તંત્ર દ્વારા દુકાનો બનાવવામાં આવી રહી છે. જે હાલ નિર્માણાધિન છે. આ દુકાનો તૈયાર ન થાય અને સ્થાનિકો ત્યાં ધંધો ચાલુ ના કરે ત્યાં સુધી લારી ગલ્લા ચાલુ રાખવા જોઈએ અને એમ પણ દુકાનો કેટલાને અપાશે. એવું સ્થાનિકો કહી રહ્યા છે.
SOU પાસે ધંધો કરતા સ્થાનિકોને પોલીસે હટાવતાં રોષ..
Views: 76
Read Time:3 Minute, 51 Second