સાબરકાંઠા જીલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ૨૫૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,હીમતનગર દ્વારા સાબરકાંઠા જીલ્લામાં કુલ ૨૫૦૦૦માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન કોવિડ સુરક્ષા અંતર્ગત જિલ્લાના જુદા જુદા વિભાગ જેમકે પોલીસ સ્ટાફ, હીમતનગર નગરપાલિકા ના સફાઈ કામદાર,ફાયર બિગ્રેડ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ ૩૦૦૦ માસ્ક જિલ્લા આરોગ્ય વિભાગને અને ૨૦૦૦ માસ્ક આઈ.સી.ડી.એસ વિભાગને અપાયા હતા જેનું વિતરણ આશા વર્કર,આંગણવાડી વર્કર , સ્ટાફ તેમજ ફ્રન્ટ લાઇન આરોગ્ય વર્કરને કરવામાં આવ્યું હતું. તેમજ હીમતનગર શહેરના જુદા જુદા રિક્ષા/સાઇકલ ડ્રાઈવર ,બસ ડ્રાઇવર ,ફેરિયા ,ફ્રૂટ વેચવાવાળા, મજદૂર વર્ગ,જુદા જુદા પેટ્રોલ પંપ સ્ટાફ ને તેમજ અન્ય સ્ટ્રીટ વેન્ડરને સેનિટાઇઝર વિતરણ કરાયું હતું.આ સિવાય જિલ્લાના જુદા જુદા કુલ ૧૦ ગામમાં ખેડૂતો,પશુપાલકો અને દુકાનદારોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમ્યાન લોકોને કોરોનાની મહામારી વિષે જાણ કરી કોરોનાની રસી લેવા અપીલ કરવામાં આવી હતી. લાભાર્થીઓએ રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમનો માસ્ક આપવા બદલ આભાર અને આનંદની લાગણી વ્યકત કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારી ભાવેશભાઈ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા ,ધર્મ રક્ષા પરિષદન અધ્યક્ષ ભાર્ગવભાઈ દવે ,હિન્દુ હેલ્પલાઇન શહેર અધ્યક્ષ દિનેશ સોનગરા તેમજ પ્રવિણસિંહ રાજપૂત, અનિલભાઈ વણઝારા ,મુકેશભાઇ મોદી, જગતસિહ પરમાર, શનીસિહ પરમાર, અતુલ મકવાણા,પ્રતિક સોની, નિતીન ઠાકુર સહિત સમસ્ત ટીમના નેતૃત્વમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.