નેત્રંગના કેલ્વીકુવા ગામે આઠ ફૂટની દિવાલ કૂદી દીપડાએ શ્વાનના બચ્ચા ઉપર હુમલો કરી શિકાર બનાવ્યું હતું. કેલ્વીકુવા ગામના ભાવેશ વાંસદિયા આઈ ભારત પેટ્રોલિયમનો પંપ ચલાવે છે .તેના પેટ્રોલ પંપ પર ક્યાંકથી એક માદા શ્વાન આવી 9 બચ્ચાને જન્મ આપ્યો હતો . માદા શ્વાન બચ્ચા માટે ખોરાકની શોધમાં જતા હાઇવે ઉપર કોઈ વાહનમાં આવી જતા મૃત્યુ પામી હતી ત્યારથી પંપના માલિક જીવદયા પ્રેમી ભાવેશ વાંસદીયાએ આ 9 બચ્ચાને એક પાંજરામાં રાખી તેના ખોરાક અને પાણીની જવાબદારી માથે લઈ ઉછેર કરતા હતા .ગતરાત્રિના એક બચ્ચાને બહાર સાંકળથી બાંધી રાખ્યું હતું . ખેતરમાંથી મોટો કદાવર દીપડો આઠ ફૂટ ઊંચી દિવાલ કૂદી સીધી શ્વાનના બચ્ચા ઉપર તરાપ મારી તેના ઉપર હુમલો કર્યો હતો. દીપડાના શિકારમાંથી બચ્ચુ એનકેન પ્રકારે બચી જતા ભાગી ગયું હતું તે અરસામાં પંપના માણસો જાગી જતા લાઈટો ચાલુ કરી હતી આથી દીપડો દિવાલ કૂદીને ભાગી ગયો હતો.
8 ફૂટની પેટ્રોલ પંપની દીવાલ કૂદી દીપડાએ શિકાર ઉપર મારી તરાપ, સીસીટીવીમાં કેદ
Views: 39
Read Time:1 Minute, 24 Second