દેશી હાથ બનાવટની પિસ્તલ તથા જીવતા કારતુસ નંગ -૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

દેશી હાથ બનાવટની પિસ્તલ તથા જીવતા કારતુસ નંગ -૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરુચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા તેમજ ATS ચાર્ટર મુજબની કામગીરી અન્વયે પો.ઇન્સ.શ્રી કે.ડી.મંડોરાનાઓએ ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી / પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો.હરેશ રામકૃષ્ણ નાઓને મળેલ સચોટ બાતમી આધારે વિલાયત ચોકડી ઉપરથી આ કામના આરોપીઓ લાયસન્સ પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ -૦૧ કિં.રૂ. ૨૫,૦૦૦ / – તથા જીવતા કારતુસ નંગ -૦૪ કિં.રૂ. ૪૦૦ / – ના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ કરી રહેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) મન્ટુકુમાર સિપાહી રાય રહે.જખુઆ , થાના- રીવીગંજ જી.છપરા ( બિહાર ) ( ૨ ) કમલરાય બાલચંદરાય રહે . કટરા નેવાજી ટોલા થાના – રીવીગંજ જી.છપરા ( બિહાર ) પકડાયેલ મુદ્દામાલ : ( ૧ ) લાયસન્સ પરવાના વગરનુ અગ્નિશસ્ત્ર પિસ્તલ નંગ -૦૧ , કિં.રૂ. ૨૫,૦૦૦ / ( ૨ ) કારતુસ નંગ –૦૪ , કિં.રૂ. ૪૦૦ / ( ૩ ) રોકડા રૂ . ૧૬૦ / ( ૪ ) મોબાઇલ ફોન નંગ -૧ , કિં.રૂ. ૫૦૦ / મુદ્દામાલ કુલ કિ.રૂ. ૨૬,૦૦૦ / ઉપરોક્ત કામગીરી પો.ઈન્સ.શ્રી કે.ડી.મંડોરા , પો.સ.ઇ. શ્રી પી.એમ.વાળા , પો.સ.ઇ. શ્રી એમ.આર.શકોરીયા , હે.કો. હરેશ રામકૃષ્ણ , હે.કો.ગોવિંદરાવ લક્ષ્મણરાવ , હે.કો.શૈલેષભાઇ ઇશ્વરભાઇ , હે.કો. વરસનભાઈ શંકરભાઈ , હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ , પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ નાઓએ ટીમવર્કથી કરેલ છે .

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં પેટ્રોલપંપ પર છ શખસે બે કર્મચારીને ઢોરમાર માર્યો, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ

Sat Apr 16 , 2022
ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર લુખ્ખાગીરીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પેટ્રોલ ભરાવવા મુદ્દે કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા બાદ છ શખસે બે કર્મચારીને લાકડાના સપાટાઓથી ઢોરમાર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લુખ્ખાગીરીનાં દૃશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.વાલિયા-નેત્રંગ રોડ પર જલરામ સોસાયટી પાસે જલારામ પેટ્રોલપંપ આવેલો […]

You May Like

Breaking News