
ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલી પાણીની ટાંકીની પાસે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં અંદાજિત 10 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાયું છે.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેની ફરતે સલામતીના ભાગરૂપે ફેન્સીંગ કે પતરા નહીં લગાવવામાં આવતા રવિવારની રાત્રીએ એક આખલો તેમાં ખાબક્યો હતો, જેના કારણે તેને પગમાં ગંભીર ઈજાઓ થતા તે ઉભી નહીં થઈ શકતા સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોને જાણ કરી હતી.જેથી માહિતી મળતા જ ગૌરક્ષકોએ સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પશુઓને સારવાર આપતી સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં આખલાને ચઢાવીને તાત્કાલિક સારવાર અર્થે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં સ્થાનિકોએ તાત્કાલિક ફેન્સીંગ લાગવાની માંગ કરી છે.