ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાઓમાંથી ફ્રેટ કોરિડોર માટે જમીન સંપાદન બાદ વળતરનો મુદ્દો કિસાનોએ ઉઠાવ્યો હતો. જે મામલે કિસાનો કોર્ટમાં ગયા બાદ સરકાર દ્વારા કેસના નિકાલ માટે આરબીટ્રેટરની નિમણુંક ન કરતા કેસ લાંબા સમયથી પેન્ડિંગ રહેતા કાર્યવાહી થતી નથી. જેને લઈ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર કિસાનોએ યોગ્ય વળતરની માંગને પુન: દોહરાવી રાજ્ય સરકાર દ્વારા આરબીટ્રેટરની નિમણુંક કરવાની માંગ ઉઠાવી કલેકટરને આવેદન આપ્યું હતું.કેન્દ્ર સરકારના રેલવે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર યોજના માટે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાઓની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં કિસાનોએ શરતી વળતર સ્વીકાર્યું હતું. સામે કેન્દ્ર સરકારની જ અન્ય યોજનાઓમાં વધુ વળતર ચૂકવાયા હતા.ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર કિસાનોને પ્રતિ ચોરસ મીટર માત્ર રૂપિયા 9 થી 66 જ ચૂકવ્યા હતા. જેને લઈ કિસાનોએ પણ એક ચોરસ મીટરના રૂપિયા 852 થી 900ના વળતરની માંગ ઉઠાવી હતી. પરંતુ સરકારે મચક ન આપતાં ત્રણ તાલુકાના કિસાનોએ ન્યાય મેળવવા કોર્ટનો આશરો લીધો હતો.ખેડૂતોની રજૂઆત છતાં સરકાર દ્વારા આ કેસોના નિકાલ માટે આરબીટ્રેટરની નિમણૂક ન કરતા કેસો પેન્ડિંગ હાલતમાં છે. જેના વિરોધમાં કિસાનોએ કલેકટર કચેરી ખાતે જાહેર દેખાવ કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું.સરકાર ખેડૂતોની કેસોના નિકાલ માટે રબીટ્રેટરની નિમણુંક નહિ કરે તો કિસાનો ગાંધી ચીંધ્યા માર્ગે જિલ્લામાં ચાલતા ફ્રેટ કોરિડોરના કામને બંધ કરાવી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ફ્રેટ કોરિડોર જમીન સંપાદનના પેન્ડિંગ કેસ માટે આરબીટ્રેટર નિમવા માગણી…
Views: 73
Read Time:2 Minute, 17 Second