વાગરાના રહિયાદ ખાતે આવેલી જીએસીએલ તથા જીએનએફસી કમ્પની અને દહેજના ઉદ્યોગોને પાણી પુરૂ પાડવા ઉભા કરાયેલા તળાવ માટે પોતાની જમીન આપનાર ખેડૂતોને નિયમ મુજબ નોકરી ન મળતા આંદોલનના માર્ગે વળ્યાં છે. જમીન ગુમાવનાર કિસાનોએ જીઆઇડીસીના કોમન યુટીલિટી તળાવના ગેટ પર બેસી જઈ આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે.દહેજ પંથકમાં ઉદ્યોગો માટે જમીન ગુમાવનાર ખેડૂતો નોકરી મેળવવા આજે પણ વલખા મારે છે. વર્ષોથી જમીન ગુમાવનાર કિસાનો આ કમ્પનીઓમાં નોકરી મેળવવા વલખા મારે છે. અનેક વખત નોકરી માટેની માંગ ઉઠાવવા છતાં ન્યાય ન મળતા કિસાનોએ ફરી એક વખત આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પ્રથમ તબક્કામાં જીઆઇડીસીના કોમન યુટીલિટી તળાવ ખાતેથી આંદોલનની શરૂઆત કરી છે.ઉદ્યોગોને પાણી પૂરું પાડવા માટે જીઆઇડીસી ઘ્વારા રહિયાદ ખાતે કોમન યુટીલિટી તળાવ ઉભું કરાયું હતું. જેના 59 ખેડૂતોની જમીન સંપાદન કરાઈ હતી. જમીન ગુમાવનાર ખેડૂતેએ વર્ષ 2017માં જમીન ગુમાવનાર કિસાનોએ પ્રચંડ આંદોલન કર્યું હતું. તે સમયે જીઆઇડીસીના અધિકારીઓએ સ્થળ પર આવી કમ્પનીઓમાં પાણી આપવામાં આવે છે તે કમ્પનીઓમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ વાતને ચાર વર્ષ થવા છતાં નોકરી ન મળતા રોષે ભરાયા છે.
જીઆઇડીસી, જીએસીએલ અને GNFCમાં જમીન ગુમાવનાર રહિયાદના લેન્ડલુઝર્સ આંદોલનના માર્ગે
Views: 1073
Read Time:1 Minute, 46 Second