અંકલેશ્વરના જુના કાંસિયા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો : આરોપી ફરાર ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂનું વેચાણ ઘણું વધી થયું છે. વેચાર કરતાઓને જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ બેફામ રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.ભરૂચ જિલ્લામાં પણ રોજબરોજના બે થી ત્રણ કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ વેચાણ કરતાંઓ બેફામ છે જેની સામે ભરૂચ ક્રાઇમ પોલીસ એક્શનમાં આવી છે. અંકલેશ્વરના જુના કાંસિયા ગામેથી ભારતીય બનાવટનો લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.ભરૂચ એલ. સી.બી. ની ટીમ રાત્રીના સમયે અંકલેશ્વરના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલ બાતમીને આધારે જુના કાંસિયા ગામે રેઇડ કરતા એક મારુતિ ઇકો કાર નંબર GJ 16 CH 9370 માં ભરેલ ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 312 જેની કુલ કિંમત 38,400/- તથા ઇકો કાર મળીને કુલ 3,38,400/- ના મુદ્દમાલ કબ્જે કર્યો હતો. જેમાં ઇકો ચાલક અલ્પેશભાઈ ભીખાભાઇ પટેલ રહે. જુના કાંસિયા દુકાન ફળિયું અંકલેશ્વરને પોલીસ અંગે જાણ થતા તે મુદ્દામાલ અને ઇકો ગાડી મૂકીને ફરાર થયો હતો જેની શોધખોળ કરવા અંકલેશ્વર શહેર પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી હતી.
અંકલેશ્વરના જુના કાંસિયા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો…
Views: 67
Read Time:2 Minute, 4 Second