ભરૂચમાં હ્યુન્ડાઇ નવજીવન પ્લાઝા ખાતે SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચ કરાઈ
“
SBI બેન્ક એક જ દિવસમાં પૂરેપૂરી લોન મંજુર કરી આપશે
ભરૂચ: શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ હ્યુન્ડાઇ કંપનીના શો રૂમ નવજીવન પ્લાઝા ખાતે હ્યુન્ડાઇના માનવંતા ગ્રાહકો, સ્ટાફની ઉપસ્થિતિમાં SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ કારનું લોન્ચિંગ SBI બેન્ક ભરૂચના AGM પ્રવીણકુમાર, નવજીવન પ્લાઝાના જનરલ મેનેજર ઝાકીર શેખ, મેનેજીંગ ડાયરેક્ટર હિતેશ ગજ્જર અને દિપક ગજ્જરના હસ્તે કરાયું હતું.
હ્યુન્ડાઇની અન્ય કારની જેમ અલકઝાર પણ સફળતા મેળવશે એવા આશાવાદ સાથે ઝાકીરભાઈ શેખે જણાવ્યું હતું કે ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખી કંપનીએ ૬-૭ શીટરની ફેમિલીકાર માર્કેટમાં ઉતારી છે. જે ડીઝલ અને પેટ્રોલ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે.
Sbi ના એજીએમ પ્રવીણકુમારે જણાવ્યું હતું કે, અલકઝાર મોડેલ માટે હ્યુન્ડાઇ અને SBI નું ટાઈઅપ કરાયું છે. જેમાં બેન્ક 100 ટકા ઓનરોડ પ્રાઇઝની લોન કરી આપશે. જેમાં ઇન્સ્યોરન્સ, પ્રોસેસિંગ ફીસ વગેરેનો પણ સમાવેશ થઈ જશે. એક જ દિવસમાં લોન મંજુર કરી દેવાશે.