અંકલેશ્વરમાં ગરમી પ્રકોપ વચ્ચે માર્ગો પર ડામર પીગળતા પ્રજાને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. ચૂંટણી પૂર્વે જ પાલિકા દ્વારા ડામર રોડ બનાવ્યો હતો. અગાઉ માર્ગ અને મકાન વિભાગે ડામર લીપાપોથી બાદ પાલિકાએ પણ તેનું અનુકરણ કરતા માર્ગ પર ચાલતા લોકો ચપ્પલ સુધ્ધાં ચોંટી જવાની ઘટના સામે આવી છે. વાહનો ટાયરો પર ડામર લાગતા ગાડી સ્લીપ થવાનો ભય ઉદ્દભવી રહ્યો છે. ડામર પીગળતા તેની તીવ્રવાસ આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા કચેરી બાજુ માં આવેલ પીરામણ નાકા થી મુલ્લાવાડ અને તેમજ પીરામણ નાકા થી જીઇબી કચેરી તરફ જતા માર્ગ પર ચૂંટણી પૂર્વેજ પાલિકા દ્વાર રોડ પર પડેલા ગાબડાંને લઇ ડામર વર્ક કરવામાં આવ્યું હતું.જો કે જે ઉનાળાના પ્રથમ તાપમાં પીગળવાની શરૂઆત થઇ હતી. માર્ગો પરથી ડામર પીગળતા ત્યાંથી પસાર થતા લોકોની ચપ્પલો ચોંટી રહ્યા છે. વાહનો સ્લીપ થઇ રહ્યા છે. સૌથી વધુ રાહદારી વર્ગ ની હાલત દયનિય બની રહી છે. જેમાં ત્યાં થી પસાર થતી વેળા ચપ્પલ, બુટ ડામર પર ચોંટી જતા તૂટી જાય છે અને તેવો પણ પડી રહ્યા છે.ત્યારે પાલિકાએ જે ઇજારદારને આ કોન્ટ્રક્ટર આપવામાં આવ્યો હતો તેના દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ ઉપયગો કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેનું પરિણામ જનતાને ભોગવી રહી છે. ચૂંટણી પૂર્ણ થવાની સાથે હવે આચાર સહિતા પણ હતી જવા છે. અને તંત્ર દ્વારા આ ઉદ્દભવેલી સ્થિતિ માટે ડામર જરૂરી યોગ્ય ગુણવત્તા યુક્ત મટિરિયરનો ઉપયોગ કરી પુનઃ માર્ગનું સમારકામ કરે તેમજ ઇજારદારની બેકદરી સામે પગલાં ભારે તેવી માગ કરવામાં આવી હતી.
ઉનાળાના પ્રારંભે જ રસ્તાનો ડામર ઓગળ્યા..
Views: 72
Read Time:2 Minute, 17 Second