ભરૂચ: પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું ઇ-લોકાર્પણ કરાયું

આજરોજ ભરૂચ પોલીસના હેડ ક્વાટર્સ ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરને નોતરું ન મળે તે માટે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને જીવનમાં ક્રિકેટનું ઘણું મહત્વ છે તે સાથે ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લુ મુકાયું હતું.

આ ક્રિકેટ ગ્રાઉન્ડ ભરૂચ જિલ્લાના વિવિધ ઔધોગિક એકમો જેમ કે ફિલિપન્સ કાર્બન કંપની, પાલેજ, લ્યુપીન કંપની અંકલેશ્વર, કલર ટેક્સ કંપની વાગરા, આર.એસ.પી.એલ. કંપની અંકલેશ્વર તથા યુ.પી.એલ કંપની દહેજના સહયોગથી 32,14,000/- ના ખર્ચે આઈ.સી.સી ના નિયમોનુસારનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું.જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં 75 મીટરની બાઉન્ડ્રી, ચાર તરફ પીચ, ક્રિકેટરોની નેટ પ્રેકટીશ માટે એક એક્સ્ટ્રોટર્ફ પીચ, એક ટર્ફ્પીચ, ખેલાડીઓને બેસવા માટે અલગ અલગ પેવેલીયન, ક્રીકેટના ગ્રાઉન્ડની જાળવણી થઈ રહે તે માટે 80 હજાર લીટરની ક્ષમતાનો વોટરસંપ, સ્પ્રિંકલર સિસ્ટમ, બે રોલર મશીન, ગ્રાસ કટર, વરસાદી પાણીનો નિકાલ થઈ રહે ટીટીઇ માટે આધુનિલ ડ્રેનેજ લાઇન ફેંસીંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જ્યારે રાજયકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા રીબીન કટિંગ તેમજ શ્રીફળ વધેરી ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, એ.એસ.પી.વિકાસ સુંડા સહિતના આમંત્રિતોએ હાજરી આપીને કાર્યક્રમને પાર પડ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પીટલના કોવીડ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં પોલીસ દ્વારા થયેલ બચાવ કાર્ય નિમિત્તે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ ઇનામની તમામ રકમ મુખ્યમંત્રીની કોવીડ નિધીમાં જમા કરાવતી ભરૂચ જીલ્લા પોલીસ

Fri Jul 16 , 2021
ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના કલાક ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પીટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બિમારીથી સંક્રમિત કુલ-૧૬ દર્દીઓ અને ૦૨(બે) નર્સ મળી કુલ-૧૮ નિર્દોષ નાગરીકોના મૃત્યુ પામ્યા હતા. આ અતિ ગંભીર આગ લાગવાના બનાવની જાણ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા […]

You May Like

Breaking News