પત્રકાર એકતા સંગઠન–ગુજરાત ભરૂચ જિલ્લાનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ માહિતી વિભાગ કચેરી ખાતે યોજાયો હતો….

ભરૂચના માહિતી વિભાગ કચેરીના પટાંગણમાં પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંગઠન સાથે સંકળાયેલા જિલ્લાના દરેક તાલુકામાંથી અનેક પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જિલ્લાના બાકી રહેલા સ્થાને હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી પત્રકાર એકતા સંગઠનમાંથી સ્વ.લોક પામેલા સ્વ.શ્રી સલીમભાઈ બાવાણી અને ભરૂચ તાલુકાના પ્રમુખ સ્વ.શ્રી અબ્બાસભાઈ પેન્ટર બન્ને પત્રકારને ર મિનિટનું મોન પાડી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જ કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, ભરૂચ જિલ્લા માનદ લિગલ એડવાઈઝરઃ અજબખાન બુરેખાન પઠાણ(સિપાઈ), અંકલેશ્વર લિગલ એડવાઈઝર ભારતસિંગ ચાવડા, ભરૂચ તાલુકા લિગલ એડવાઈઝર સાહિલખાન પઠાણ (સિપાઈ), વાગરા લિગલ એડવાઈઝર ધવલકુમાર બિપીનભાઈ ઠાકોર, ઝોન–૩ના કોર્ડીનેટર વિનોદભાઈ કરાડે, ઉપપ્રમુખ પીરૂભાઈ મિસ્ત્રી (અંકલેશ્વર–હાંસોટ તાલુકા), વિનોદભાઈ જાદવ (ભરૂચ તાલુકો), ફિરોજભાઈ દિવાન (વાગરા–આમોદ–જંબુસર), અતુલભાઈ પટેલ (વાલીયા–નેત્રંગ–ઝઘડીયા), સમીમબેન પટેલ (મહિલા ઉપપ્રમુખ) તરીકે વરણી કરવામાં આવી હતી. જયારે જિલ્લા મહામંત્રી અસલમભાઈ ખેરાની, ભરત મિસ્ત્રી (ભરૂચ), રફીકભાઈ મલેક (વાગરા–આમોદ–જંબુસર), ભાવસિંહભાઈ ગોહિલ તેમજ આઈ.ટી.સેલમાં પ્રણવભાઈ ભહમભટ્ટ, રફીક મોગલ, ફારૂક દિવાન, અશરફ મલેકની નિમણુંક કરવામાં આવી હતી. જયારે તાલુકા પ્રમુખ તરીકે વાગરા તાલુકા પ્રમુખ નઈમ ડી. દિવાન, વાગરા તાલુકા મહામંત્રી ભટ્ટી સૈફ મહેબુબ, ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા, ભરૂચ તાલુકા ઉપપ્રમુખ સોનલબેન મિસ્ત્રીની નિમણુંક ભરૂચ જિલ્લામાં કરવામાં આવી હતી.

જયારે નર્મદા જિલ્લામાં સહપ્રભારી જગદીશભાઈ શાહ, કો–ઓર્ડીનેટર પરેશભાઈ બારીયા, નર્મદા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ વસાવા, ઉપપ્રમુખ યોગેશભાઈ સોની, સુનીલભાઈ વર્મા, મહામંત્રી અરૂણાબેન વસાવા, મંત્રી ગૌરાંગ સોનીની નર્મદા જિલ્લામાં વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા ત્યાર બાદ ગુજરાતમાં પત્રકારો ઉપર થઈ રહેલા હુમલાને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પત્રકારોને લાગતું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં દરેક પત્રકાર મિત્રો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, સંગઠનના ઉપ્રમુખ ગીરીરાજસિંહ સરવૈયા, ગૌરાંગભાઈ પંડયા, અંબારામ રાવલ, દિનેશભાઈ કલાલ, આર.બી.રાઠોડ, વિષ્ણુભાઈ યાદવ, નરેશભાઈ ડાખરા, દક્ષિણ ગુજરાત ઝોન–૩ પ્રભારી ધર્મેશ ભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઇ મુલાણી તાલુકાના તેમજ પત્રકારો મિત્રો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આમોદમાં આવેલ પાણી પૂરવઠા આમોદ હેડ વર્કશ ઝોન-1 ખાતે માસ્ક પહેર્યા વિના કામ કરી રહેલા કામદારો કેમેરામાં કંડારાયા,

Sun Dec 20 , 2020
કોન્ટ્રાકટર દ્વારા કોઈજ તકેદારી રાખવામા ન આવી રહી હોય તેવા નગરજનોના ઉઠ્યા સવાલો હાલ કોરીનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે કોરોના વાઇરસ સમગ્ર ભારત દેશને ભરડામાં લઈ લીધો છે લોકોમાં કોરાના વાઇરસનો ભય પલ પલ સતાવી રહ્યો છે કોરોના વાઈરસ ઉપર અંકુશ લાવવા સરકાર દ્વારા કેટલીક ગાઈડ લાઈન બહાર પાડવામાં […]

You May Like

Breaking News