ભરૂચ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ફરીવાર સરાહનીય કામગીરી એક નાગરિક ને મોટી રકમ પરત ખાતા માં અપાવી…

ભરૂચ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ફરીવાર સરાહનીય કામગીરી એક નાગરિક ને મોટી રકમ પરત ખાતા માં અપાવી…

 

દિવસેને દિવસે લોકો ઓનલાઇન ખરીદી તરફ ખુબજ મોટા પાયે વળ્યા છે, ઘરે બેઠા જ વસ્તુ મળી જતી હોવાને કારણે અને સારી સારી ઓફરોના બહેકાવામાં અનેકવાર ઓનલાઇન ફ્રોડિંગનો શિકાર બનતા હોય છે ખરીદીને પગલે ઓનલાઇન પેમેન્ટ મારફતે આપણા ઓટીપી અને પાસવર્ડ અંગે માહીતી મેળવીને ફ્રોડ કરનારાઓ આપણા એકાઉન્ટમાંથી લાખોની છેતરપિંડી કરતા હોય છે એવા કેટલાય ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને પગલે સાઇબર ક્રાઇમ દ્વારા આ રીતે ફ્રોડ કરનારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવા કામગીરી સોંપવામાં આવી છે.તેવોજ કિસ્સો ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અનેક આઇપીસી કલમો મુજબના ગુનાના કામે ફરિયાદીઓના ફોન પર બેન્કના કર્મચારીના નામે ફોન આવ્યો હતો અને ફરિયાદીની બેંક ડીટેલ માંગી બેન્ક ખાતામાંથી ઓનલાઇન કુલ રૂપિયા 1,16,000/- ઉપાડી લેવામાં આવ્યા હતા. જે બાબતે સાયબર ક્રાઇમને જાણ કરતા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ફરિયાદીની મદદરૂપ થઈને તાત્કાલિક એક્શન લઈને ટેક્નિકલ એનાલિસીસના આધારે ફરિયાદીને રકમ 1,16,000/- તેઓના બેંક એકાઉન્ટમાં 100% પરત કરી આપ્યા હતા.

ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેન્ક મેનેજરના નામ પર કોઈ પણ પ્રકારનો ફોન આવે અને ફોન ઉપર કંપની વોલેટ તરફથી આવતા કોઈ પણ મેસેજ પાસવર્ડ આપવા કે કોઈ પણ પ્રકારના કોડ સ્કેન કરવા નહિ અને ફ્રોડ કોઈ પણ પ્રકારની આપણા ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહે તો કરવું નહી અને સજાગ રહેવાનું જણાવવામાં આવ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના દાખલાનો વિવાદ : પાલિકા પ્રમુખના સમર્થકો ભરૂચ એ.ડિવિઝન પોલીસ મથકે પોહોંચ્યાં હતા...

Fri Jun 25 , 2021
ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના દાખલાનો વિવાદ : પાલિકા પ્રમુખના સમર્થકો ભરૂચ એ.ડિવિઝન પોલીસ મથકે પોહોંચ્યાં હતા ખોટા પ્રમાણ પત્ર ને લઈ નગરપાલિકા પ્રમુખ પર ગુનો નોંધાતા અમિત ચાવડાના સમર્થકો અને એસ.સી. સમાજના આગેવાનો એ-ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરવા પહોંચ્યા હતા   સમાજના આગેવાનોએ અમિત ચાવડા એસ.સી.સમાજના જ હોવાની રજુઆત કરી […]

You May Like

Breaking News