ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના દાખલાનો વિવાદ : પાલિકા પ્રમુખના સમર્થકો ભરૂચ એ.ડિવિઝન પોલીસ મથકે પોહોંચ્યાં હતા
ખોટા પ્રમાણ પત્ર ને લઈ નગરપાલિકા પ્રમુખ પર ગુનો નોંધાતા અમિત ચાવડાના સમર્થકો અને એસ.સી. સમાજના આગેવાનો એ-ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરવા પહોંચ્યા હતા
સમાજના આગેવાનોએ અમિત ચાવડા એસ.સી.સમાજના જ હોવાની રજુઆત કરી હતી
ગજેરા ગામના વણકર સમાજના આગેવાનો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના પક્ષમાં એ.ડીવીઝન પોલીસ મથકે રજુઆત કરવા પહોંચ્યા હતા
ભરૂચ નગર પાલિકામાં પ્રમુખપદની બેઠક માટે હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે સમગ્ર પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન એ ડીવીઝન પોલીસને કરવામાં આવ્યું હતું. અને ભરૂચ એ ડીવીઝન પોલીસ દ્વારા અમિત ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારે આજરોજ ગજેરા ગામના વણકર સમાજના આગેવાનો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના પક્ષમા ઉતાર્યા હતા અને એ.ડીવીઝન પોલીસ મથકે સત્યની રજુઆત કરી હતી નગર પાલિકા પ્રમુખ ના જ્ઞાતિ ના પ્રમાણપત્ર લઈ મામલો ઘણો ગરમાયો છે જેમાં એક પછી એક રહસ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આજ રોજ ગજેરા ગામના લોકોએ અમિત ચાવડાને ગામનું ગૌરવ કહ્યા હતા અને જણાવ્યું હતું કે અમિત ચાવડા ના પિતા શિવલાલ ચાવડા અને માતા નીલા બેન ચાવડા અનુસૂચિત જાતીમાં આવતી માહ્યાવંશી જ્ઞાતિના છે. ત્યારે જ્ઞાતિ બાબતે છેલ્લા ઘણા સમયથી ખોટી રીતે વિવાદો સર્જાઈ રહ્યા હતા જેથી ગામના લોકોને રજુઆત કરવાની ફરજ પડી હતી.
અમિત ચાવડાના બચાવમા છપ્પન છત્રીસ બાણું ગામ વણકર સમાજના તથા ભરૂચ જિલ્લા રોહિત સમાજ, લીમડી ચોક વણકર સમાજ, માં મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ જિલ્લા વાલ્મિકી સમાજ તથા સંત શીરોમની રઇદાસ એન્ડ યુગાવતાર ડો.આંબેડકર સેવા સંધ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા એ ડીવીઝન પોલીસને રજુઆત કરવામાં આવી હતી.