ભરૂચ એલ.સી.બી. એ વેડચમાંથી પત્તા પાનાનાં જુગારની સફળ રેઇડ કરીને સાત જુગારીઓને ઝડપી પાડયા.

ભરૂચ એલ.સી.બી. એ વેડચમાંથી પત્તા પાનાનાં જુગારની સફળ રેઇડ કરીને સાત જુગારીઓને ઝડપી પાડયા.

 

 

ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ જુગાર અને હત્યાના બનાવ ઘણા વધી રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જુંબેશ શરૂ કરવામાં આવી છે. વેડચ ટાઉનમાંથી પત્તા પાનાની જુગાર સ્થળે સફળ રેઇડ કરીને 7 જુગારીઓને પકડી ભરૂચ એલ. સી. બી. એ ઝડપી પાડ્યા હતા.

 

મળતી માહીતી અનુસાર, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમોની રચના કરીને પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વેડચ ટાઉનમાં મેઈન ખડકી ફળિયામાં જુગારની સફળ રેઇડ કરી સાત આરોપીઓને પત્તા પાનાના જુગાર રમવાનાં સાધનો સહિત અંગ જડતી રોકડા રૂપિયા 51,600/-, દાવ ઉપરના રોકડ રૂપિયા 17,865/-, મોબાઈલ ફોન રૂપિયા 9500/- મળીને કુલ મુદ્દામાલ 1,08,956/- સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી વેડચ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવતા હતા.

 

પકડાયેલ આરોપીઓ :

(1) ઉંમરભાઈ નિયાઝભાઈ પઠાણ, રહે, કૌંસર મસ્જિદ પાસે, જંબુસર ભરૂચ

(2) મુસ્તાકભાઈ અહેમદભાઈ કારભારી, રહે, સ્ટેશન રોડ જંબુસર, ભરૂચ.

(3) મની ગોપાલ નાયર, રહે, ડાભા ચોકડી જંબુસર ભરૂચ.

(4) સોહેબભાઇ રહેમાનભાઈ મલેક, રહે, નગીના મસ્જિદ પાસે, જંબુસર ભરૂચ.

(5) રફીકભાઈ અબ્દુલભાઇ પટેલ, રહે, માઇનો લીમડો કોર્ટની પાછળ, જંબુસર ભરૂચ.

(6) સીરઝભાઈ અબ્દુલભાઇ મલેક, રહે, ડાભા ચોકડી જંબુસર ભરૂચ

(7) રસીદભાઈ છીતનભાઈ મલેક, રહે, નગીના મસ્જિદ, જંબુસર, ભરૂચ.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Mon Jun 21 , 2021
ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી   વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015 માં ભારતની પહેલથી ઈન્ટરનેશનલ યોગ ડે મનાવવાની શરૂઆત થઈ. ભારત સરકારના આયુષ મંત્રાલયની વેબસાઈટ મુજબ યોગની ઉત્પત્તિ ભારતમાં જ લગભગ ઘણાં વર્ષો પહેલાં થઈ હતી. વિશ્વ […]

You May Like

Breaking News