0
0
Read Time:1 Minute, 0 Second
અંકલેશ્વર જીઆઇડીસી ની ઝાયડસ લાઇફસીન્સ લિમિટેડ (યુનિટ 2) મિથેનોલ લીકેજ થી દોડધામ મચી જવા પામી હતી. લોકલ એડમિનિસ્ટ્રેટિવ ટીમ, પોલીસ, ફાયર બ્રિગેડ, એન ડી આર એફ ટીમ અને મેડિકલ ટીમ પહોંચી આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમો માં બનતી દુર્ઘટનાને કારણે ઉભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સમયાંતરે થતા મોકડ્રીલ ના ભાગ રૂપે મોકડ્રિલ યોજાઈ હોવાનું અંતે જાહેર કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકામાં નિમાયેલ એલ.સી.જી. કમિટી ના ચેર પર્સન અને એસ.ડી.એમ અને આસિસ્ટન્ટ કલેકટર કુમારી નતિશા માથુર ની અધ્યક્ષતા માં મોકડ્રિલ નું આયોજન કરાયું હતું.