વિદ્યાર્થીઓ-વાલીઓની મુંજવણને દુર કરવા પ્રયાસ:ભરૂચ ખાતે ઉડાન 2024 વાર્ષિકોત્સવનું અને કરિયર ગાઈડન્સ ફેરનું આયોજન કરાયું

ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં નર્મદા હાઇસ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ), શુકલતીર્થ, સ્વામીનારાયણ ગુડવીલ સ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ), ભરૂચ અને મહારાજ કે.જી.એમ. વિદ્યાલય(વિજ્ઞાન પ્રવાહ), ઝાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ઉડાન 2024 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મુંજવણને દુર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સીટીઓના સહયોગથી “કરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ તથા અતિથી વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆતમાં કરિયર ગાઇડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનીવર્સીટી જેવી કે પી.પી.સવાની યુનિવર્સીટી, જી.એસ.એફ.સી. યુનિવર્સીટી, કર્ણાવતી યુનિવર્સીટી, પારુલ યુનિવર્સીટી,આઈ.ટી.એમ.બરોડા યુનિવર્સીટી, વિદ્યાદીપ યુનિવર્સીટી, યુ.પી.એલ. યુનિવર્સીટી,આર.એન.જી.પટેલ-બારડોલી,રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા વગેરેના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌ કોઈ પાસે કોઈ પણ જાતના પક્ષપાત કે લોભ લાલચ વિના પોતાના મતાધિકારના સદુપયોગ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજુ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી. શેલતે સફળ આયોજન કર્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ પાલિકાના સફાઈ કર્મચારીઓની રજૂઆત:ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી કહ્યું- 'નિવૃત્તિની જાણ એક-બે દિવસ પહેલા નહીં, નિયમ મુજબ 6 મહિના પહેલા કરો'

Thu Apr 4 , 2024
ભરૂચ પાલિકાના સફાઈ કર્મીઓને તેમના નિવૃત્તિના સમયની 6 મહિના પહેલા જાણ કરવાની હોવા છતાંય મહેકમ વિભાગ દ્વારા અમુક સફાઈ કર્મચારીઓને નિવૃત્તિના બે દિવસ પહેલા જાણ કરાતી હોવાના આક્ષેપો સાથે સફાઈ કર્મચારીઓ મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆતો કરી હતી.ભરૂચ જિલ્લામાં નગરપાલિકામાં અનેક સફાઈ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત્ત થતા હોય છે.પરતું પાલિકાના […]

You May Like

Breaking News