અંકલેશ્વર માંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો, ગડખોલ વિસ્તારમાં કરતો હતો પ્રેક્ટિસ
છેલ્લા 1 મહિનાથી ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બોગસ તબીબો ઝડપાઈ રહ્યાં છે. જેમાં વધુ એક ઝોલછાપ ડોક્ટરનો ઉમેરો થયો છે. અંકલેશ્વર શહેરમાં પોલીસે ગડખોલ મીઠાની ફેક્ટરી પાછળ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બીદુત બીસ્વાનને પોલીસે ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકને મળેલ બાતમીના આધારે પોલીસે ગડખોલ મીઠા ફેક્ટરીની પાછળના ભાગે પ્રેકિટસ કરતા તબીબ બીદુત બીસ્વાન કોઈ પણ ડીગ્રી વગર પ્રેકિટસ કરે છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેની પાસેથી જરૂરી દસ્તાવેજો અને સર્ટીફીકેટ માંગતા તે આપી શક્યો ન હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી છે. 21 વર્ષીય બીદુત બીસ્વાન મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. અને તે છેલ્લા કેટલાય સમાંથી અહી પ્રેકિટસ કરી એલોપેથી દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે તેની પાસેથી રૂ 11 હજાર ઉપરાંતની દવાઓનો જત્થો ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
1 મહિના 25થી વધુ બોગસ ડોક્ટર ઝડપાયાઅત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ છેલ્લા 1 મહિનામાં ભરૂચ જિલ્લામાંથી 25થી વધુ બોગસ અને ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબ ઝડપાઈ ચુક્યા છે કે જેઓ ખાસ કરીને ગરીબ અને અબોધ પ્રજાને સ્વાસ્થ્ય ના નામે લૂંટતા હતા.