પરીક્ષા -IN -ડર- OUT
તારીખ 9 ફેબ્રુઆરી ગૌરવપૂર્ણ ગુરૂવારના દિવસે માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંતર્ગત
પરીક્ષા- IN- ડર-OUT કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .અંકલેશ્વરની એસ.વી.ઇ.એમ. શાળાના માં શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા DEO મેડમ માનનીય શ્રીમતી સ્વાતિબા રાઓલ ના સંનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રીમાન એન. આર. ધાંધલ સાહેબ (રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રી), શ્રીમાન વીન્સેટ જે.( નોડલ ઓફિસર શ્રી કલેક્ટર કચેરી ભરૂચ), શ્રીમાન સંજીવ વર્મા (બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલીટી ટ્રસ્ટ )શ્રીમાન જીતેન્દ્ર લાલવાણી (HR Executive ONGC અંકલેશ્વર), એજ્યુકેશન ઇન્સ્પેક્ટર DEO ઓફિસ ભરૂચના શ્રીમાન દિવ્યેશભાઈ પરમાર, શ્રીમાન ભરતભાઈ સલાટ સાહેબ ,તથા ભરૂચ જિલ્લાનીવિવિધ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વિશેષ નજરાણું, મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ શ્રી ડોક્ટર પ્રશાંત ભીમાણી સર કે જેઓ ખ્યાતનામ સિનિયર સાયકોલોજીસ્ટ અને લેખક પણ છે .તેઓ શ્રીના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી. જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં, તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે .શ્રીમાન ડોક્ટર પ્રશાંત ભીમાણી સર દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવીચ ટેકનીક દ્વારા બાળકોને અભ્યાસમા સરળતાથી તૈયારી કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું. શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓના મિત્ર બની રહે અને વાલી શ્રી માટે પોતાનું બાળક કેરિયર નું વીઝીટીંગ કાર્ડ ન બની રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું .અંતમાં શિક્ષકશ્રીઓના પરીક્ષા સંદર્ભમાં પુછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ શ્રીમાન ડોક્ટર પ્રશાંત ભીમાણી સર દ્વારા આપવામાં આવ્યા . આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષણસમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઈન્ડ ક્રિએટ કરવાનુ એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદશૅન મેળવી શક્યા.