ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે જે બાળકને જૂન 2023/24 માં 6 વર્ષ પૂર્ણ ન થતાં હોય તેવા બાળકોને શાળામાં એડમિશન મળશે નહીં જે અનુસંધાને આજે ભરૂચ વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવ્યુ છે કે હાલમાં ભરૂચ તેમજ સમગ્ર ગુજરાતમાં બાળકોને યુ.કે.જી. એલ.કે.જી. માં એડમિશન લેવાના હોય પરંતુ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનાં નિયમને આધીન અમારા બાળકોને શાળા સંચાલકો એડમિશન આપતા નથી આથી અમારા બાળકોનું ભવિષ્ય બગાડે એમ જણાય છે. આથી ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા જે નિયમની અમલવારી કરવામાં આવી છે તે નિયમમાં ફેર વિચારણા કરી અમારા બાળકોનાં ભાવિ સાથે ચેડા થતાં અટકાવી શકાય તેવી અમારી માંગણી છે.
અહીં નોંધનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા અવારનવાર નિયમો બહાર પાડવામાં આવે છે જે નિયમોની શાળા અને શાળા સંચાલકો અમલવારી કરવાની હોય, હાલનાં સમયમાં જે નિયમ છે તે નિયમમાં અનેક બાળકો એડમિશનથી વંચિત રહી જવાની સંભાવના હોય આથી વાલીઓ બાળકનાં ભવિષ્ય માટે ચિંતામાં મુકાયા છે તેમ એડમિશન મેળવવા આવેલા વાલીઓએ જણાવ્યુ છે.