ભરૂચ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ…

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના હસ્તે કિસાન પરિવહન યોજનાનું વિતરણ કરાયું

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચઃ ગુરૂવાર :- મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નિમિત્તે ૫ મી ઓગષ્ટના રોજ કિસાન સન્માન દિવસની ઉજવણી ભરૂચ ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ડિ.જી.વી.સી.એલ અને ખેતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે વર્ષ-૨૦૦૨ પહેલાની અને પછી પરિસ્થિતિની વાત કરતા જણાવ્યું હતું કે, કૃષિ અને ખેડૂત બે પાંદડે કેવી રીતે થાય એવા પ્રયત્ન સરકાર કરી રહી છે. આજે ગુજરાતમાં કૃષિ રથની સાથે આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થયા ત્યારે ગુજરાત ખેતીમાં નંબર વન છે.વધુમાં ધારાસભ્યશ્રીએ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના થકી ખેડૂતોને થતા ફાયદા જણાવ્યા હતા અને કિસાન સૂર્યોદય યોજનાની પણ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને જિલ્લા આગેવાનશ્રી નિરલ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ધારાસભ્યશ્રીના હસ્તે કિસાન પરિવહન યોજનાનું વિતરણ કરાયું. આ કિસાન પરિવહન યોજનામાં કાંટાળી તારની વાડ,ગાય નિભાવ ખર્ચ, છત્રી અને સ્માર્ટ હેન્ડ્સ ટૂલ કીટ અને વાહન ડિલિવરી જેવી યોજનાઓ સમાવેશ થાય છે. કાર્યક્રમની સ્વાગત પ્રવચન નાયબ નિયામક પી.એસ.રાવએ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં થયેલ ભુજ ખાતેના કાર્યક્રમનો લોકોએ જીવંત પ્રસારણ પણ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, ડી.જી.વી.સી.એલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, આગેવાન પદાધિકારીશ્રી દિવ્યેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંક્લેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બાકરોલ બ્રીજ નજીક ગોડાઉનમાંથી કુલ લીટર ૧૧,૦૦૦ કિંમત રૂપિયા ૭,૧૫,૦૦૦/- નો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Sat Aug 7 , 2021
પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ઉત્પાદન, વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અનુંસંધાને ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી […]

You May Like

Breaking News